કસટર્ડ એપલ સ્મૂધી બનાવવા માટે તમારે સૌપ્રથમ બદામને થોડી સાંતળા લો. આ પછી મિક્સરમાં બદામ, એપલ, દૂધ અને શહદ અને ઇલાયચી પાઉડર મિક્સ કરીને મિક્સરમાં ફેરવી લો. હવે તમારી સ્મૂધી ઠંડી કરવા માટે થોડીવાર ફ્રીજમાં રાખો
આ સ્મૂધી માત્ર કેલરી જ નહીં, પણ ઉપવાસમાં તમને આવશ્યક પ્રોટીન, ફાઇબર અને વિટામિન પ્રદાન કરશે
એપલ, કેળા અને ખજૂરની સ્મૂધી બનાવવા માટે સૌપ્રથમ તમ 1 સફરજન, 1 કેળું અને 4-5 ખજૂર લો. મિક્સરના ખાનામાં આ વસ્તુઓ નાંખો પછી તેમાં 200થી 240 મિલિલિટર દૂધ ઉમેરી તેને પીસી લો
ડ્રાય ફ્રૂટ સ્મૂધી બનાવવા માટે 8 10 કાજૂ, 4 બદામ અને 1 મોટી ચમચી પિસ્તા લો. આ તમામ સામગ્રીને 10 મિનિટ પલાળો
10 મિનિટ પછી મિક્સરના ખાનામાં પલાળેલો સુકોમેવો, 10-12 કેસર, 2 ચમચી ખાંડ અને 1/2 કપ ઠંડુ દુધ નાંખી ફેરવી લો
પાઇનેપલ મેંગો સ્મૂધી બનાવવા માટે 1/2 અનાનસના ટૂકડા, 1/2 કપ તાજા સંતરાનો રસ અને 1/2 કેરીના ટૂકડા લો. આ ત્રણેયને મિક્સરજારમાં 3 બરફના ટૂકડા સાથે મિક્સ કરી લો