Sep 26, 2025
નવરાત્રીનો તહેવાર એકદમ જામ્યો છે. રાત્રે નાનાથી લઈને યુવા હૈયાઓ ગરમે ઘુમે છે. નવ દુર્ઘાની આરાધના કરે છે.
નવરાત્રીમાં ગરબા રીમે એનર્જી ડાઉન થઈ જતી હોય છે ત્યારે શરીરમાં તાજગી અને એનર્જી માટે લીંબુ શિકંજી પી શકાય.
લિંબુ શિકંજી શરીરમાં એનર્જીની ભરી દેશે. જેનાથી ગરબા રમવામાં વધારે મજા આપશે.
નવરાત્રીનું રિફ્રેશિંગ ડ્રિંક લિંબુ શિકંજી બનાવવાની એકદમ સરળ રેસીપી ફટાફટ નોંધી લો.
કાળા મરીનો પાવડર - એક ચપટી, ફુદીનાના પાન - 4-5 (વૈકલ્પિક, સ્વાદ મુજબ), બરફનાના ટુકડા - જરૂર મુજબ
લીંબુનો રસ - 2 ચમચી, ઠંડુ પાણી - 1 ગ્લાસ, મીઠું - 1/2 ચમચી, મધ/ખાંડનો પાવડર - 1 ચમચી (સ્વાદ મુજબ)
પ્રથમ, એક ગ્લાસ ઠંડુ પાણી લો. તેમાં લીંબુનો રસ ઉમેરો. હવે, મીઠું, કાળા મરી પાઉડર અને મધ/ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
જો ઈચ્છો તો, તાજગી વધારવા માટે તમે ફુદીનાના પાન ઉમેરી શકો છો.
ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરો અને શરબતને ઠંડુ કરીને પીરસો.