શિયાળામાં શરીર ગરમ રાખવા માટે લસણ ખાવું ફાયદાકારક છે. તેને કાચું ના ભાવતું હોય તો અથાણું બનાવીને ખાઇ શકો છો.
અહીં લસણનું અથાણું અલગ સ્ટાઇલમાં બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
લસણ, લાલ મરચું પાવડર, હળદર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, આમચુર પાઉડર, મીઠું, તેલ, રાઇ, મેથીના દાણા, આખા લાલ મરચાં, હિંગ, મીઠો લીમડો.
સૌ પહેલાં લસણને છોલીને ભીના કપડાથી લૂછી લો જેથી ગંદકી દૂર થાય. આ પછી લસણને સ્ટીમર પ્લેટમાં મૂકો અને 5-6 મિનિટ માટે સ્ટીમ કરો.
લસણ થોડું સ્ટીમ થયા પછી તેને એક પેનમાં કાઢી લો. ગેસની ફ્લેમ ધીમી કરી લસણને થોડું ડ્રાય કરો. મિશ્રણમાં બધા મસાલા ઉમેરો.
તેમાં આમચુર પાવડર, લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચું પાવડર અને હળદર ઉમેરો અને છેલ્લે મીઠું ઉમેરો અને મિક્સ કરો. લીંબુનો રસ પણ ઉમેરો.
હવે એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઇના દાણા, હિંગ અને સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો ઉમેરો.
પછી આ વઘાર કરેલ તેલને મસાલાવાળા લસણ પર રેડો. આ સાથે સ્વાદિષ્ટ અને મસાલેદાર લસણનું અથાણું તૈયાર થઇ જશે. તેને રોટલી કે પરાઠા સાથે ખાઓ.