1 ચમચી તેલ, 1/2 ચમચી રાઈ, 1/2 આખું જીરું, ચપટી હિંગ, 1 સમારેલી ડુંગળી, 1/2 ચમચી હળદર પાઉડર, 1/2 ચમચી ધાણા જીરું પાઉડર, 2 સમારેલ લીલા મરચા, 1/2 ચમચી ગરમ મસાલા, સ્વાદ અનુસાર મીઠું, 4 મોટા બાફેલા બટાકા
1 કપ સોજી, 1/4 દહીં, 1/2 ચમચી મીઠું, થોડી કોથમીર, જરૂર મુજબ પાણી, 1/2 ચમચી બેકિંગ સોડા
સૌ પ્રથમ એક મોટા પેનમાં થોડું તેલ ગરમ કરો, એમાં રાઈ નાખો, રાઈ તતડે એટલે એમાં આખું જીરું, ચપટી હિંગ, સમારેલી ડુંગળી, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, સમારેલ લીલા મરચા, ગરમ મસાલા ઉમેરો અને બધું સારી રીતે મિક્ષ કરો.
હવે એમાં બાફેલા બટાકાનો માવો નાખી અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને પ્રોપર મિક્ષ કરો.
હવે બેટર તૈયાર કરવા માટે એક મોટા પાત્રમાં સોજી, દહીં, મીઠું, થોડી કોથમીર, જરૂર મુજબ પાણી ઉમેરો અને સારી રીતે મિક્ષ કરીને બેટર તૈયાર કરો. તેને 10 મિનિટ માટે રેસ્ટ આપો અને પછી બેકિંગ સોડા ઉમેરો ફરી હલાવો.
હવે બટાકાના મસાલામાંથી પેટીસ તૈયાર કરો અને સેન્ડવીચ મેકરમાં તૈયાર બેટર આખો વચ્ચે આ બટાકા પેટીસ મુકો આમ સેન્ડવીચ મેકરમાં બધી સેન્ડવીચ તૈયાર કરી લો અને સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.