જરૂર મુજબ પાણી,જરૂર મીઠું, 1 ચમચી જીરું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, મુઠીભર કોથમીર, થોડું તેલ, 2 ચમચી સોજી
સૌ પ્રથમ એક મોટા પેન પાણી ગરમ કરો, એમાં મીઠું, જીરું, ચીલી ફ્લેક્સ, કોથમીર, થોડું તેલ સાથે ઉકળવા દો.
ત્યારબાદ એમાં સોજી મિક્ષ કરો અને મિશ્રણએ સતત હલાવતા રહો અને થોડી વાર માટે કુક કરો જેથી સોજી કુક થઇ જાય.
3 કપ વટાણા, 1 વાટકી સેવ, જરૂર મુજબ મીઠું, 1 ચમચી ચાટ મસાલા, 1ચમચી ગરમ મસાલા, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, થોડી કોથમીર, 1/2 ચમચી ખાંડ
હવે વટાણાએ બાફીને એમાં સેવ, મીઠું, ચાટ મસાલા, ગરમ મસાલા, ખાંડ, લાલ મરચું પાઉડર, થોડી કોથમીર નાખીને મેસ કરી લો.
આ સ્ટફીંગ તૈયાર થઇ જાય એટલે એએ ગોળ સેપ આપો અને સોજીના લોટ માંથી ગોળ મોલ્ડ કરી એમાં સ્ટફીંગ ભરો આમ બધી કચોરીમાં કરી લો.
બધી કચોરી તૈયાર થઇ જાય એટલે સ્ટીમરમાં સહેજ તેલ નાખીને સ્ટીમ કરી લો અને થઇ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.