1/3 કપ બદામ, 1/4 કપ, કાજુ, 1/3 કપ મખાના મખાના, 1/2 કપ દૂધ, 3 ચમચી કોકો પાવડર, 1/2 કપ ડાર્ક ચોકલેટ
સૌ પ્રથમ કાજુ, બદામ અને મખાનાને દૂધમાં 30 મિનિટ માટે પલાળીને રાખો.
ત્યારબાદ કડાઈમાં અડધો કપ દૂધ ગરમ કરો, તેને સતત હલાવતા રહો અને ઉકાળો.
હવે 30 મિનિટ પછી દૂધમાં પલાળેલી સામગ્રીને મીક્ષરમાં ક્રશ કરી લો એમાં કોકો પાઉડર અને ગોળ નાખીને બટર તૈયાર કરો.
પછી તૈયાર બેટરને દૂધની કડાઈમાં ઉમેરો, સતત મિક્ષ કરતા રહો, મિશ્રણ ઘટ્ટ થઇ પછી તેને ફરી મિક્ષરમાં ક્રશ કરો.
એમાં ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરો, એ રેડી થઇ જાય પછી આ બેટરને કોઈ કન્ટેન્ટરમાં અથવા પાત્રમાં કાઢીને એને ડ્રાયફ્રૂટ્સથી સજાવીને 6-7 કલાક માટે ફ્રીઝમાં રાખો.
6-7 કલાક બાદ ફ્રિજમાંથી કાઢીને ચેક કરો, આઈસ્ક્રીમ થઇ એટલે ઠંડી ઠંડી હેલ્ધી આઈસ્ક્રીમ સર્વ કરો.