Oct 29, 2025

ખાંડ વગરનો હેલ્ધી હલવો બનાવાની સરળ રીત

Shivani Chauhan

હલવો કોને ન ભાવે! વધારે ઘી અને ડ્રાયફ્રૂટ્સ અને સ્વીટ હલવો ખાવાની મજા પડે છે પરંતુ ઘણા લોકો એમાં રહેલ ખાંડના પ્રમાણને લીધે ખાવાનું ટાળે છે, પરંતુ અહીં ખાંડ વગરનો હેલ્ધી બનાવાની સરળ રેસીપી શેર કરી છે.

Source: social-media

હેલ્ધી હલવો રેસીપી સામગ્રી

1 કપ સોજી, 1 મોટું સફરજન, 5-6 ખજૂર, 1 ચમચી ઘી, થોડા કિસમિસ, બદામ અને કાજુ, જરૂર મુજબ પાણી

Source: social-media

હેલ્ધી હલવો રેસીપી

સૌ પ્રથમ સફરજન કટ કરીને તેને ઘીમાં સારી રીતે શેકી લો, હવે સોજીને પણ ઘીમાં તેનો રંગ બદલાય અને આછો ભૂરો થાય ત્યાં સુધી શેકી શેકો.

Source: social-media

હેલ્ધી હલવો રેસીપી

હવે ખજૂરને પલાળીને 3-4 કલાક માટે રાખો, હવે ખજૂર અને ઘીમાં શેકેલ સફરજનને મિક્ષરમાં પલ્પ બનાવી દો, અને એક તપેલીમાં થોડું પાણી ગરમ કરો.

Source: social-media

હેલ્ધી હલવો રેસીપી

ત્યારબાદ થોડું ઘી કડાઈમાં નાખીને બધા ડ્રાયફ્રૂટ્સ બદામ, કાજુ, કિસમિસને શેકી લો અને 2-3 મિનિટ માટે સાંતળો.

Source: social-media

હેલ્ધી હલવો રેસીપી

હવે એમાં સોજી અને ઉકળતું પાણી ઉમેરી સતત મિક્ષ કરો, બનાવેલ સફરજન અને ખજૂરની પ્યુરી ઉમેરો.

Source: social-media

હેલ્ધી હલવો રેસીપી

હવે તે મિશ્રણને ધીમી આંચ પર સતત મિક્ષ કરતા રહો, થઇ જાય એટલે ગરમ ગરમ હેલ્ધી હલવો સર્વ કરો.

Source: social-media

હેલ્ધી હલવો

આ હેલ્ધી હલવામાં ખાંડ કે ગોળ ઉમેર્યા નથી તેથી ડાયાબિટીસ ધરાવતા લોકો પણ બિન્દાસ ખાઈ શકે છે.

Source: freepik