નોન સ્ટીક વાસણ સાફ કરવાની પરફેક્ટ રીત

Feb 26, 2025, 12:36 PM

નોન સ્ટીક વાસણ

નોન સ્ટીક વાસણ ભોજન બનાવવા વપરાય છે. નોન સ્ટીક વાસણનો ઉપયોગ અને સાફ કરતી વખતે કાળજી રાખવી જરૂરી છે. સતત ઉપયોગ કરવાથી નોન સ્ટીક વાસણ ગંદા અને ચીકણા થઇ જાય છે. સાફ કરતી વધતે સાવધાની નહીં રાખવાથી વાસણ ખરાબ થઇ શકે છે.

નોન સ્ટીક વાસણ સાફ કરવાની રીત

નોન સ્ટીક વાસણમાં ભોજન બનાવ્યા બાદ ચીકણા થઇ જાય છે. અહીં નોન સ્ટીક વાસણ સાફ કરવાની સરળ રીત આપી છે. આ માટે વધારે ખર્ચ કે મહેનત પણ કરવી પડશે નહીં.

નોન સ્ટીક વાસણ સાફ કરવાની રીત

તમે ઘરે જ વધારે ખર્ચ કર્યા વગર નોન સ્ટીક વાસણને નવશેકા પાણી અને ડિશ વોશ સાબુ વડે સરળતાથી સાફ કરી શકો છો.

નોન સ્ટીક વાસણ સાફ કરવાની રીત

સૌથી પહેલા એક નોન સ્ટીક વાસણમાં નવશેકું પાણી નાખી તેમાં લાઈટ ડિશ સાબુ નાખો. હવે તેના પર હળવા હાથે નરમ સ્પંજ અથવા માઇક્રોફાઇબરના કપડા વડે ઘસો. વાસણ ઘસતી વખતે વધારે દબાણ આપવું નહીં. આમ રીતે નોન સ્ટીક વાસણ સાફ થઇ જશે.

નોન સ્ટીક વાસણ ધોવાની રીત

બેકિંગ સોડા અને પાણીથી સાફ કરો તમે બેકિંગ સોડા અને પાણીની મદદથી નોન-સ્ટીક વાસણોના ડાઘ અને ચીકાશ પણ સરળતાથી સાફ કરી શકો છો.

નોન સ્ટીક વાસણ ધોવાની રીત

સૌથી રહેલા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરો, આ મિશ્રણ વાસણની સપાટી લગાવી હળવા હાથથી ઘસો અને ત્યાર પછી પાણીમાં ધોઇ નાંખો.

નોન સ્ટીક વાસણ સાફ કરવાની રીત

સૌથી રહેલા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરો, આ મિશ્રણ વાસણની સપાટી લગાવી હળવા હાથથી ઘસો અને ત્યાર પછી પાણીમાં ધોઇ નાંખો.

નોન સ્ટીક વાસણ ધોવાની ટીપ્સ

નોન સ્ટીક વાસણ સાફ કરવા કે ધોવાણ માટે ધારદાર તીક્ષ્ણ વસ્તુ કે ચાકુ અને લોખંડના તાર વાળા બ્રસનો ઉપયોગ કરવો જોઇએ નહીં. તેનાથી નોન સ્ટીક વાસણમાં લાગેડું કેમિકલ લેયર ઉતરી શકે છે, તેનાથી વાસણ ખરાબ થઇ જશે.