Feb 13, 2025

પોચા નાયલોન ખમણ આ રીતે ઘરે બનાવો, બહાર જેવો આવશે ટેસ્ટ

Ashish Goyal

ખમણ ગુજરાતીનો પ્રિય નાસ્તો છે. મોટાભાગનો લોકોને ખમણ ભાવતા જ હશે.

Source: social-media

તેમાં પણ નાયલોન ખમણ વધારે ટેસ્ટી લાગે છે. તમે પણ બહાર જેવા ટેસ્ટી ખમણ ઘરે બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

નાયલોન ખમણ બનાવવાની સામગ્રી

ચણાનો લોટ (બેસન), પાણી, ખાંડ, લીંબુના ફુલ, તેલ,રાઇ, મીઠો લીમડો, હિંગ, હળદર, બેકિંગ સોડા, મીઠું, ધાણા

Source: social-media

નાયલોન ખમણ બનાવવાની રીત

નાયલોન ખમણ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં પાણી, ખાંડ, લીંબુના ફુલ,બેકિંગ સોડા નાખીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને બે મિનિટ સુધી હલાવો.

Source: social-media

ત્યારબાદ એક બાઉલમાં બેસનને ચાળી લો અને પાણી નાખીને ખીરું તૈયાર કરી લો. હવે આ ખીરામાં મીઠું નાખીને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

Source: social-media

આ પ્રોસેસ થઇ જાય પછી ઢોકળીયાનું કુકર લો અને એમાં નીચે પાણી મુકો. આ પાણી પર કાંઠલો મુકો અને ગરમ થવા દો. આ પછી આ ખીરામાં બેકિંગ સોડા મિક્સ કરો અને મિશ્રણને હલાવી બરાબર મિક્સ કરી લો.

Source: social-media

આ ખીરાને હવે થાળીમાં નાખો અને ઢાંકીને 10 મિનિટ સુધી થવા દો. ખમણ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.

Source: social-media

વઘાર કરવાની રીત

વઘાર કરવા માટે સૌ પ્રથમ એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે હિંગ, મીઠો લીમડો, લીલા મરચા નાખો અને અડધો કપ પાણી નાખો અને ગરમ થવા દો.

Source: social-media

પાણી ગરમ થઇ જાય એટલે ખાંડ અને ચપટી મીઠું નાખો. આ પછી ગેસ બંધ કરી દો અને આ તેલને ખમણની ચારેબાજુ નાખી દો. આ રીતે નાયલોન ખમણ તૈયાર થઇ જશે.

Source: social-media

આ પછી તમે ખમણ ઉપર ધાણા નાખી શકો છો. ખમણને કઢી સાથે ખાવાની અલગ જ મજા આવે છે.

Source: social-media

Source: social-media