Oats Chevdo Recipe | ટેસ્ટની સાથે હેલ્થ પણ જાળવી રાખશે, આ ઓટ્સ ચેવડો, જાણો સરળ રેસીપી

Jul 23, 2025, 03:41 PM

નમકીન ઘણીવાર નાસ્તામાં ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ખાવામાં આવે છે. ઘણા લોકોને ભોજન સાથે પણ નમકીન ખાવાની આદત હોય છે.

જો તમે નમકીનમાં કેટલીક સ્વસ્થ અને સ્વાદિષ્ટ રેસીપીનો આનંદ માણવા માંગતા હો, તો ઓટ્સ ચેવડો બનાવવો જ જોઈએ. જે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી છે.

ઓટ્સ ચેવડો બનાવવા માટે મગફળી, ડ્રાયફ્રૂટ્સ અને થોડા મસાલાથી ઉમેરીને બનાવામાં આવે છે અહીં જાણો ઓટ્સ ચેવડો રેસીપી

ઓટ્સ ચેવડો રેસીપી સામગ્રી

1 કપ ઓટ્સ, 1/2 કપ પૌઆ, 1/2 કપ મગફળી, 6સૂકા નારિયેળના ટુકડા, 2-3 ચમચી કાજુ, 2 ચમચી કિસમિસ, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી આમચુર પાવડર, 10 મીઠા લીમડાના પાન, થોડી હિંગ, 2 ચમચી તળેલી ચણાની દાળ, 2 બદામ, મીઠું - સ્વાદ મુજબ, તેલ કે ઘી, 1/2 ચમચી ખાંડ

ઓટ્સ ચેવડો રેસીપી

ઓટ્સ ચિવડા બનાવવા સૌપ્રથમ એક પેનમાં ઓટ્સ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો પછી પ્લેટમાં કાઢી લો.

ઓટ્સ ચેવડો રેસીપી

હવે પૌઆને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો અને પછી તેને પણ બહાર કાઢો. હવે પેનમાં 2 ચમચી ઘી અથવા તેલ નાખો, તેમાં મગફળી ઉમેરો અને તેને શેકો.

ઓટ્સ ચેવડો રેસીપી

જ્યારે તે શેકાઈ જાય, ત્યારે તેમાં કાજુ, બદામ, સૂકા નારિયેળના ટુકડા ઉમેરો અને તેને શેકો. હવે તેને બહાર કાઢો. કિસમિસને હળવા હાથે શેકો.

ઓટ્સ ચેવડો રેસીપી

હવે મીઠો લીમડો અને હિંગ ઉમેરો. તેમાં તળેલી ચણાની દાળ ઉમેરો. તેમાં હળદર, મીઠું અને થોડી ખાંડ ઉમેરો. તેમાં તળેલી મગફળી, બદામ, કાજુ અને કિસમિસ મિક્સ કરો.

ઓટ્સ ચેવડો રેસીપી

હવે તેમાં શેકેલા ઓટ્સ ઉમેરો અને 2-3 મિનિટ સુધી સારી રીતે મિક્સ કરો. ઓટ્સનો ચેવોડ તૈયાર છે હવે તેને સર્વ કરો.

Farali Beetroot Cutlet Recipe | ઉપવાસ માટે પરફેક્ટ એવી ક્રિસ્પી અને ચટપટી રેસીપી, ફરાળી બીટરૂટ કટલેટ