Oats jaggery Modak Recipe : ચોથા દિવસે ગણપતિ બાપ્પાના પ્રસાદમાં ધરો ઓટ્સ ગોળમાંથી બનતા મોદક, જાણો રેસીપી

Sep 09, 2024, 04:14 PM

ગણેશ ચતુર્થીનો તહેવાર આ વર્ષે 6 સપ્ટેમ્બર 2024 ના રોજ શનિવારએ દુનિયાભરમાં ઉજવવામાં આવ્યો હતો. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે જેમાં બાપ્પાની 10 દિવસ સુધી સ્થાપના કરવામાં આવે છે અને અવનવા પ્રસાદ ધરવામાં આવે છે. આજે ચોથા દિવસ માટે ખાસ ઓટ્સ ગોળના મોદક રેસીપી આપી છે, જાણો રેસીપી

સામગ્રી

1½ કપ પાઉડર ઓટ્સ, 1 કપ ગોળ પાવડર, 2 ચમચી ઘી + ગ્રીસ કરવા માટે, ¼ ચમચી લીલી ઈલાયચી પાવડર, 2-3 ચમચી સમારેલા મિશ્ર બદામ, 3-4 ચમચી દૂધ

ઓટ્સ ગોળ મોદક રેસીપી

સૌ પ્રથમ નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરો. એમાં ઓટ્સ પાવડર ઉમેરી મધ્યમ તાપ પર 3-4 મિનિટ સુધી સાંતળો.

ઓટ્સ ગોળ મોદક રેસીપી

એમાં ગોળ પાવડર, લીલી એલચી પાવડર ઉમેરો અને બધું મિશ્રણ સારી રીતે મિક્સ કરો.

ઓટ્સ ગોળ મોદક રેસીપી

સમારેલા બદામ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. મધ્યમ તાપ પર 1-2 મિનિટ સુધી પકાવો. એક બાઉલમાં સ્થાનાંતરિત કરો, એમાં દૂધ ઉમેરો અને કણક બનાવવા માટે સારી રીતે ભેગું કરો.

ઓટ્સ ગોળ મોદક રેસીપી

હવે મોદકના મોલ્ડને થોડું ઘી વડે ગ્રીસ કરો અને તેમાં થોડો ભાગ ટ્રાન્સફર કરો. સારી રીતે દબાવો. ડિમોલ્ડ કરીને બાદ મોદક આ રીતે તૈયાર કરી લો, થઇ જાય એટલે પ્રસાદમાં ધરો.

Sugar Free Modak Recipe : ત્રીજા દિવસે ગણપતિ બાપ્પાના પ્રસાદમાં ધરો સુગર ફ્રી મોદક, જાણો રેસીપી