ચોખાની નહિ આ વસ્તુની બનાવો હેલ્ધી અને ટેસ્ટી ખીર !

Jul 09, 2025, 03:34 PM

મોટાભાગના લોકોને સ્વીટ ખાવું પસંદ હોય છે, એમાં પણ ખીર તો એટલે ઠંડી કે ગરમ બને રીતે ખાવાની મજા પડે છે.

તમે રેગ્યુલર ચોખાની ખીર ખાધી હશે પરંતુ તમે કદી ઓટ્સની ખીર ટ્રાય કરી છે, જે હેલ્ધી પણ છે સરળતાથી બની જશે અને ટેસ્ટી પણ બનશે, અહીં જાણો ઓટ્સ ખીર રેસીપી

ઓટ્સ ખીર રેસીપી સામગ્રી

1/2 કપ ઓટ્સ, 4 કપ દૂધ, 1/4 કપ ખાંડ (સ્વાદાનુસાર),1/4 ચમચી એલચી પાવડર, ડ્રાયફ્રુટ્સ (સમારેલા કાજુ, બદામ, પિસ્તા).

ઓટ્સ ખીર રેસીપી

સૌ પ્રથમ એક મોટા વાસણમાં દૂધ ગરમ કરો અને તેને સારી રીતે ઉકાળો.

ઓટ્સ ખીર રેસીપી

હવે ઉકળતા દૂધમાં ઓટ્સ ઉમેરીને ધીમા તાપે દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો.

ઓટ્સ ખીર રેસીપી

5-10 મિનિટ સુધી સતત હલાવતા રહો, અને પછી એમાં ખાંડ ઉમેરો અને સારી રીતે ઉકળવા દો.

ઓટ્સ ખીર રેસીપી

એમાં થોડી ઈલાયચી પાઉડર ઉમેરો એની સુગંધ આવે એટલે એમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરો.

ઓટ્સ ખીર રેસીપી

હવે થોડી વાર માટે ઓટ્સની ખીરને ઉકાળો અને સ્મેલ આવે અને બધું સારી રીતે કુક થઇ જાય એટલે ગેસ બંધ કરો.

ઓટ્સ ખીર રેસીપી

હવે તમારી ઓટસ ખીરને ડ્રાયફ્રુટ્સથી સજાવીને ગરમ અથવા ઠંડી સર્વ કરો.

કોળાનો સૂપ રેસીપી, ઠંડા વાતાવરણમાં નહીં પડો બીમાર !