શાકભાજીથી ભરપૂર હેલ્ધી ઓટ્સ ઉપમા રેસીપી

Mar 09, 2025, 06:58 PM

ઓટ્સ ઉપમા (Oats Upma) એક પૌષ્ટિક નાસ્તો છે જેની સાથે તમે તમારા દિવસની શરૂઆત કરી શકો છો. આજની બીઝી લાઇફસ્ટાઇલમાં હેલ્ધી અને ઝડપી નાસ્તાની માંગ વધી રહી છે.

ઓટ્સ ઉપમા પરંપરાગત ભારતીય રેસીપીમાં એક નવો વળાંક ઉમેરતા એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. તે એક લાઈટ પૌષ્ટિક અને સરળતાથી સુપાચ્ય વાનગી છે, જેમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.

હેલ્ધી નાસ્તો

જો તમે ઇચ્છો છો કે પરિવારના દરેક સભ્યને પૂરતું પોષણ મળે, તો નાસ્તામાં ઓટ્સ ઉપમાનો સમાવેશ કરો.

ઓટ્સ ઉપમા

ઓટ્સ ઉપમાની ખાસ વાત એ છે કે તેને તૈયાર કરવામાં વધુ સમય લાગતો નથી, જેના કારણે તે વ્યસ્ત સવાર માટે એક આદર્શ નાસ્તો છે. ઓટ્સ ઉપમા બનાવવા માટે કેટલીક સરળ રેસીપી જાણો

ઓટ્સ ઉપમા રેસીપી સામગ્રી

1 કપ ઓટ્સ, 1 ચમચી તેલ, 1/2 ચમચી રાઈ, 1 ડુંગળી (બારીક સમારેલી), 1 ગાજર (છીણેલું), 1/2 કેપ્સિકમ (બારીક સમારેલી), 1-2 લીલા મરચાં (બારીક સમારેલી)

ઓટ્સ ઉપમા રેસીપી સામગ્રી

1/2 ચમચી આદુ (છીણેલું), 6-7 મીઠા લીમડાના પાન, 2 કપ પાણી, સ્વાદ મુજબ ચમચી મીઠું, 1/2 ચમચી હળદર, 1 ચમચી લીંબુનો રસ, કોથમીર (સજાવટ માટે)

ઓટ્સ ઉપમા રેસીપી

ઓટ્સને એક પેનમાં આછા સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકો અને બાજુ પર રાખો. એ જ પેનમાં તેલ ગરમ કરો, તેમાં રાઈ ઉમેરો અને જ્યારે તે તતડે ત્યારે તેમાં મીઠો લીમડો, લીલા મરચાં અને આદુ ઉમેરો.

ઓટ્સ ઉપમા રેસીપી

ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો, પછી ગાજર અને કેપ્સિકમ ઉમેરો અને 2-3 મિનિટ સુધી રાંધો.હળદર અને મીઠું ઉમેરો, પછી પાણી ઉમેરો અને તેને ઉકળવા દો.

ઓટ્સ ઉપમા રેસીપી

હવે તેમાં શેકેલા ઓટ્સ ઉમેરો અને ધીમા તાપે 2-3 મિનિટ સુધી કુક કરો, જ્યાં સુધી ઓટ્સ નરમ ન થઈ જાય અને પાણી શોષી ન લે.ગેસ બંધ કરો, લીંબુનો રસ ઉમેરો અને લીલા ધાણાથી સજાવો.

હોળી પર બનાવો દહીં વડા ! નોંધી લો સરળ રેસીપી