કેરીમાંથી બનાવો ઓઈલ ફ્રી હિમાચલી માહની, સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

May 13, 2025, 02:35 PM

ભારતના વિવિધ રાજ્યોમાં ઘણી વાનગીઓ છે જે તેમના સ્વાદ માટે ખૂબ પ્રખ્યાત છે. હિમાચલી વાનગી માહની તેમાંથી એક છે, જે કેરીમાંથી બનાવવામાં આવે છે.

હિમાચલી માહની રાત્રિભોજન કે બપોરના ભોજનમાં રોટલી કે ભાત સાથે પીરસી શકાય છે. જોકે આ રેસીપી અલગ અલગ રીતે બનાવી શકાય છે.

સામગ્રી

કાચી પાકી કેરી, લીલા મરચા, ફૂદીનો, મીઠું, ખાંડ, આખા ધાણા, વરિયાળી, કાંદા, લીલા ધાણા, કારા મરી, ચીલી ફ્લેક્સ, સંચળ.

ઓઈલ ફ્રી હિમાચલી માહની બનાવવાની રીત

ઓઈલ ફ્રી હિમાચલી માહની બનાવવા માટે સૌથી પહેલા બે કાચી પાકી કેરીને બાફવા મુકી દો. કેરી સારી રીતે બફાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીમાં 10 મિનિટ માટે રાખો.

માહની બનાવવાની રીત

ત્યાર બાદ એક તપેલીમાં કેરીનો પલ્પ કાઢો, અને તેમાં પાણી ઉમેરીને ગોટલામાંથી પણ વધારાનો પલ્પ કાઢી રાખો.

માહની બનાવવાની રીત

હવે એક મીક્સર જારમાં આ બે ત્રણ ચમચી પલ્પ લો અને તેમાં ફૂદીનો, લીલા મરચા અને ખાંડ ઉમેરીને બ્રેન્ડ કરી પ્યુરી બનાવી દો. વધારે ખાટું ન જોઈતું હોય તો ખાંડનું પ્રમાણ વધારી શકો છો.

માહની બનાવવાની રીત

હવે એક પેનમાં કારામરી, વરિયાળી અને આખા ધાણા શેકીને તેને ખલ કે મીક્સર જારમાં બ્લેન્ડ કરી પાઉડર બનાવો.

માહની બનાવવાની રીત

ત્યારબાદ તપેલીના પલ્પમાં બ્રેન્ડ કરેલી પ્યુરી નાંખો, ત્યારબાદ બનાવેલો મસાલો, સંચળ, ચીલી ફ્કેસ, મીઠું ઉમેરી મીક્સ કરો.

માહની બનાવવાની રીત

હવે તેમાં એકદમ ઝીણા કાપેલા કાંદા અને લીલા ધાણા નાંખી સારી રીતે મીક્સ કરી દો. આમ તૈયાર થઈ જશે હિમાચલી માહની જેને ભાત કે રોટલી સાથે ખાવાની ખુબ જ મજા આવે છે.

આપણે અહીં ઓઈલ ફ્રી અને ફટાફટ બની જાય એવી સરળ રીતથી ઓઈલ ફ્રી હિમાચલી માહની રેસીપી જાણીશું.