હેલ્થ ટિપ્સ : માત્ર એક રાત ન સૂવાથી મગજ પર આવી અસર થાય
આજના સ્પર્ધાત્મક યુગમાં આપણે બધા ચોવીસે કલાક દોડીએ છીએ. આ હંમેશા આપણા ડાયટ અને ઊંઘ ન આવવાની સમસ્યા તરફ દોરી જાય છે.
અને સ્વાભાવિક રીતે આ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે અને આપણે બીમારીનો સામનો કરીએ છીએ.
અત્યાર સુધીમાં તમે ઊંઘ ન આવવાની ઘણી આડઅસરો સાંભળી હશે. પરંતુ એક રિસર્ચમાં જે માહિતી સામે આવી છે તે વાંચીને તમે પણ ચોંકી જશો.
માત્ર એક રાત ઉંઘ ન લેવાથી તમારું મગજ બે વર્ષ વૃદ્ધ થઇ શકે છે. વિશ્વાસ નથી થતો? પણ તે સાચું છે. આંશિક ઊંઘ તમને ઝડપથી વૃદ્ધ બનાવે છે.
શરીર વહેલું થાકી જાય છે અને વૃદ્ધાવસ્થા તરફ જવા લાગે છે. એક્સપર્ટે જણાવ્યું હતું કે કાર્ય, ઉર્જા, ભાવનાત્મક સંતુલન અને એકંદર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઊંઘ જરૂરી છે.
ઘણા લોકોને ઊંઘ ન આવવી, વહેલી ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓ હોય છે. આવા લોકોને પુસ્તકો વાંચવાની આદત બનાવો.
આખો દિવસ દોડ્યા પછી, સારા સ્વાસ્થ્ય માટે તમારે રાત્રે નિયમિત 7-8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.
પૂરતી ઊંઘ લેવાથી હૃદય તંદુસ્ત રહે છે. અપૂરતી ઊંઘનો સંબંધ અનિયમિત બ્લડ પ્રેશર અને બ્લડ કોલેસ્ટ્રોલ સાથે છે.
પૂરતી ઊંઘ લેવાથી તણાવ ઘટે છે, બ્લડ પ્રેશરને નિયંત્રિત રહે છે અને હૃદય સ્વસ્થ રહે છે. યાદશક્તિ અને એકાગ્રતા વધે છે.
આ પણ વાંચો:
હેલ્થ ટિપ્સ : ચોખાના પાણીના ફાયદા