આ સરળ અને અસરકારક હેકથી 30 સેકન્ડથી ઓછા સમયમાં આંસુ વગર કાપી શકશો ડુંગળી

Feb 03, 2023

shivani chauhan

સામાન્ય રીતે, ડુંગળી કાપવાથી વખતે કોઈ પણ રડી જાય છે.

પરંતુ આ સરળ અને અસરકારક હેકથી તમે આંસુ વહાવ્યા વિના 30 સેકન્ડમાં ડુંગળી કાપી શકો છો.

એક લેખક અને ન્યુટ્રિશનિસ્ટ મેલાની લિયોનેલો દ્વારા એક શેયર કરવામાં આવ્યો હતો જે ખુબજ વાયરલ વિડિયો થયો હતો.

તેણે અત્યંત સરળતા અને ઝડપે ડુંગળી કાપતી બતાવી  છે.

આ વિડિયો શેર કરતાં, જે તરત જ હિટ બની ગયો અને થોડા જ દિવસોમાં 826,453 લાઈક્સ મેળવી હતી. તેમણે લખ્યું કે, “આ ડુંગળી કાપવાનો હેક ઘણા આંસુ બચાવશે!!

વીડિયોમાં મેલાની ડુંગળીની આજુબાજુ રુટથી દાંડી સુધી સ્લાઇસેસ બનાવતી બતાવે છે. આગળ, તેને ડુંગળીને એક બાજુ ફેરવી અને ઘણા ઊભા કટ કર્યા હતા.

આ પદ્ધતિએ તેને 30 સેકન્ડથી ઓછા સમયમાં અને કોઈપણ આંસુ વિના બારીક સમારેલી ડુંગળીના ટુકડા કટ કરવામાં મદદ મળી હતી.