કુરકુરે જેવા ક્રિસ્પી ડુંગળી પકોડાની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

May 07, 2025, 03:32 PM

ભર ઉનાળે ચોમાસુ જેવો માહોલ હાલ ગુજરાતમાં છે, ત્યારે ઠંડા વાતાવરણમાં નાસ્તામાં કંઈક સ્વાદિષ્ટ અને ગરમાગરમ ખાવાનું મન થાય તો તમે ક્રિસ્પી પકોડા બનાવી શકો છો.

ગરમા ગરમ ડુંગળીના પકોડા બેસ્ટ ઓપ્શન છે. ખાસ કરીને જ્યારે આને ચા સાથે પીરસવામાં આવે છે, ત્યારે કોઈ પણ પકોડાની પ્રશંસા કર્યા વિના રહી શકતું નથી. અહીં જાણો ટેસ્ટી ક્રિસ્પી ડુંગળીના પકોડા બનાવાની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

સામગ્રી

400 ગ્રામ ડુંગળી, 3 બારીક સમારેલા લીલા મરચાં, બારીક સમારેલો મીઠો લીમડો, 2 ચમચી કોથમીર, 1 ચમચી બારીક સમારેલી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર પાઉડર, 1/4 ચમચી જીરું પાવડર, 1/4 ચમચી અજમો, 1 ચમચી આદુની પેસ્ટ, 3/4 ચમચી મીઠું, 1½ કપ ચણાનો લોટ, 1/4 કપ ચોખાનો લોટ, તેલ - તળવા માટે

ડુંગળી પકોડા રેસીપી

સૌ પ્રથમ ડુંગળીને પાતળા અને સમાન જાડાઈમાં કાપીને એક મોટા વાસણમાં રાખો.

ડુંગળી પકોડા રેસીપી

હવે તેમાં સમારેલા લીલા મરચાં, થોડા મીઠા લીમડાના પાન, ધાણાજીરું, લાલ મરચું પાવડર, હળદર પાઉડર, જીરું પાવડર, આદુની પેસ્ટ અને મીઠું ઉમેરો. બધું હાથ વડે સારી રીતે મિક્સ કરો.

ડુંગળી પકોડા રેસીપી

હવે ડુંગળીનું પાણી નિચોવી લો જેથી ભેજ નીકળી જાય અને મસાલા સારી રીતે ભળી જાય. આ મિશ્રણમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરો અને પાણી ઉમેર્યા વિના મિક્સ કરો.

ડુંગળી પકોડા રેસીપી

જો જરૂર પડે તો થોડો વધુ ચણાનો લોટ ઉમેરો. હવે મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ જાય, ત્યારે તૈયાર કરેલા મિશ્રણને હાથથી ગરમ તેલમાં નાખો.

ડુંગળી પકોડા રેસીપી

ડુંગળી પકોડા મધ્યમ તાપ પર સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.ગરમાગરમ પકોડા ચા અથવા લીલી ચટણી સાથે પીરસો.

પોચા અને ટેસ્ટી દૂધીના પરાઠા બનાવાની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી