નારંગી ક્લીંઝર ઘરે બનાવવાની રીત અને ત્વચા માટે ફાયદા

Feb 18, 2025, 04:22 PM

નારંગી (Orange) માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી એક ઉત્તમ એન્ટીઑકિસડન્ટ છે. તે ત્વચા પરના કાળા ડાઘ દૂર કરે છે.

તે કોલેજનના પ્રોડકશનમાં મદદ કરીને સ્કિનની સ્થિતિસ્થાપકતા વધારે છે. આ કરચલીઓ ઘટાડે છે અને તમને યુવાન ત્વચા આપે છે.

નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે એક કુદરતી એક્સ્ફોલિયન્ટ છે. તે ડેડ સ્કિન દૂર કરશે. તે ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે.

ભેજ

નારંગીમાં ઘણું પાણી હોય છે. આ સ્કિનને વધુ પડતી ડ્રાય થતી અટકાવે છે.

ફેસ ક્લીંઝર બનાવની રીત

નારંગીની છાલ છીણી છો. તમે તેમાં ઓલિવ તેલ, દહીં અથવા મધ ઉમેરી શકો છો અને તેને એકસાથે મિક્સ કરી શકો છો.

ફેસ ક્લીંઝર ઉપયોગ

ફેસ ક્લીન્ઝર આને તમારા ચહેરા પર લગાવો અને દસથી પંદર મિનિટ માટે રહેવા દો. પછી તમે તેને ગરમ પાણીથી ધોઈ શકો છો.

ફેસ ક્લીંઝર ઉપયોગ

ફેસ ક્લીન્ઝરનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વાર કરી શકાય છે. બચેલા ફેશિયલ ક્લીન્ઝરને રેફ્રિજરેટરમાં રાખી શકાય છે.

નારંગી છાલ પાઉડર

નારંગી છાલ પાઉડર તૈયાર કરવા માટે નારંગીની છાલને સૂર્યપ્રકાશમાં 2-3 દિવસ સૂકવીને પીસી લો. એક બાઉલમાં આ છાલ પાઉડર, દહીં, મધ અને લીંબુનો રસ અથવા ગુલાબજળ મિક્સ કરી ક્લીંઝર તૈયાર કરો.

નીરંગી ક્લીંઝર ફાયદા

સ્કિન ક્લીંઝ અને ડીપ પ્યોરિફાઈ કરે છે. ત્વચા પરની ગંદકી અને તૈલી ચિકાશ દૂર કરે છે. નારંગીમાં રહેલ વિટામિન સી સ્કિનને બ્રાઈટ અને ગ્લોઈંગ આપે છે. એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી ઓઈલી સ્કિન દૂર કરી પિપલ્સ ઘટાડે છે.