Skincare Tips : મૌની રોયની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ આ જ્યુસ, આ રીતે બનાવો

Jun 14, 2024, 04:10 PM

મૌની રોય (Mouni Roy) ઇન્ડિયન એકટ્રેસ છે જેણે ટીવી સિરિયલ અને ઘણી હિન્દી ફિલ્મમાં કામ કર્યું છે, તે ન માત્ર તેની એકટિંગ અને ફેશન માટે પણ સુંદરતા માટે પણ એટલીજ જાણીતી છે.

મૌની રોયની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ ઓરેન્જ જ્યુસ છે, એકટ્રેસ તેની સ્કિનને નેચરલી ગ્લોઈંગ રાખવાનો પ્રયત્ન કરે છે. અહીં ગ્લોઈંગ સ્કિન માટે ઓરેન્જ જ્યુસની રેસીપી શેર કરી છે, જાણો રેસીપી

સામગ્રી

2 નારંગી, 1 નારંગીની છાલ, 1/2 ચમચી ચાટ મસાલા, 1 ચમચી દેશી ગોળ, અડધા લીંબુનો રસ, ફુદીનાના પાન અને 2-3 આઈસ ક્યુબ

મેથડ

સૌ પ્રથમ નારંગીને છોલીને કટ કરી લો, હવે એક બાઉલમાં સમારેલ નારંગી, તેની છાલ, ફુદીનાના પાન, ચાટ મસાલા,દેશી ગોળ અને લીંબુનો રસ ઉમેરો.

સર્વિંગ

હવે આ મિશ્રણને ક્રશ કરી લો, ક્રશ કરીને ગાળી લો, ત્યારબાદ એક ગ્લાસમાં આઈસ ક્યુબ ઉમેરો અને આ જ્યુસ નાખો સર્વ કરો.

સ્કિન માટે નારંગી અને તેની છાલ

નારંગીની છાલમાં રહેલા એન્ટીઑકિસડન્ટો ઝેરી મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે, અને કોષો પર ઓક્સિડેટીવ તણાવને અટકાવે છે .

સ્કિન માટે નારંગી અને તેની છાલ

આ ઉપરાંત, મહત્વપૂર્ણ પોષક તત્ત્વો વૃદ્ધત્વની નિશાની જેમ કે કરચલીઓ, ફાઇન લાઇન્સ, ડાર્ક સ્પોટ્સ વગેરે સામે લડવામાં મદદ કરે છે. તે તમારી ત્વચાને સ્વસ્થ બનાવે છે.

Kartik Aaryan Diet : કાર્તિક આર્યનએ એક વર્ષ સુધી સ્વીટ ખાધી નહિ, ડાયટમાં ખાંડ ન ખાવાના ફાયદા જાણો