વધારે ઉકાળેલી ચા કેમ ન પીવી? સ્વાસ્થ્ય પર થશે આડ અસર

Dec 09, 2024, 02:23 PM

ઘણા લોકોને ચા પીવાની એટલી લત હોય છે કે તેઓ તેમના દિવસની શરૂઆત ચાથી કરવાનું પસંદ કરે છે. શિયાળા દરમિયાન ચાની માંગ વધી જાય છે કે ઘણા લોકો એક દિવસમાં 10 કપ ચા પીવે છે.

જો તમે ચા લવર છો તો તમારે જાણવું જરૂરી છે કે લાંબા સમય સુધી ઉકાળ્યા પછી ચાનું સેવન કેમ ન કરવું જોઈએ. જ્યારે તમે લાંબા સમય સુધી ઉકાળેલી ચાનું સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્યને ઘણા નુકસાન પહોંચાડી શકે છે.

પાચન સમસ્યા

જ્યારે તમે વધારે ઉકાળેલી ચા પીવાનું શરૂ કરો છો, તો તમને પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પાચન સમસ્યા

નિષ્ણાતોના મતે લાંબા સમય સુધી ઉકાળેલી ચાનું સેવન કરવાથી બળતરા, પેટમાં દુખાવો, ગેસ કે એસિડિટી થઈ શકે છે. જ્યારે તમે દૂધની ચાને ઉકાળીને તેનું સેવન કરો છો, ત્યારે તેને પચાવવામાં તમારી પાચન તંત્ર માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા

જ્યારે તમે લાંબા સમય સુધી ઉકાળેલી ચાનું સેવન કરો છો, તો તમારું બ્લડ પ્રેશર વધી શકે છે. જ્યારે તમે ચાને લાંબા સમય સુધી ઉકાળીને તેનું સેવન કરો છો, ત્યારે ચામાં હાજર ટેનીનનું પ્રમાણ વધી જાય છે. આ કારણે તમારું બ્લડ પ્રેશર વધી શકે છે.

આયર્ન અને કેલ્શિયમનું શોષણ

લાંબા સમય સુધી ઉકાળેલી ચાનું સેવન કરો છો, ત્યારે તેમાં રહેલું ટેનીન શરીરમાં કેલ્શિયમ અને આયર્ન જેવા પોષક તત્વોનું શોષણ ઘટાડે છે.

આયર્ન અને કેલ્શિયમનું શોષણ

જ્યારે તમે લાંબા સમય સુધી ઉકાળેલી ચાનું સેવન કરો છો, તો હાડકાં અને દાંત સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. ઘણી વખત વધારે ઉકાળેલી ચા પીવાના કારણે તમને એનિમિયા પણ થઈ શકે છે.

એન્ટિઓક્સિડન્ટ્સ ઓછા થાય

ચામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે તણાવ ઘટાડવા માટે જાણીતું છે. પરંતુ જ્યારે તમે તેને ઉકાળીને તેનું સેવન કરો છો, ત્યારે તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ઓછા થઈ જાય છે અથવા નાશ પામે છે.