Paan Modak Recipe : આઠમા દિવસે બાપ્પાના પ્રસાદમાં ધરો પાન મોદક, જાણો રેસીપી

Sep 13, 2024, 03:53 PM

ગણેશ ચતુર્થીનો તહેવાર આ વર્ષે 6 સપ્ટેમ્બર 2024 ના રોજ શનિવારએ દુનિયાભરમાં ઉજવવામાં આવ્યો હતો. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે જેમાં બાપ્પાની 10 દિવસ સુધી સ્થાપના કરવામાં આવે છે અને અવનવા પ્રસાદ ધરવામાં આવે છે. આજે આઠમા દિવસ માટે ખાસ પાન મોદક રેસીપી આપી છે, જાણો રેસીપી

સામગ્રી

સોપારીના પાન, 1 કપ દૂધનો પાવડર, ગુલકંદ અને તુટી ફ્રુટી, દૂધ, ઘી

પાન મોદક રેસીપી

સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો, એમાં દૂધનો પાવડર ઉમેરો અને 2 -3 મિનિટ માટે હલાવો.

પાન મોદક રેસીપી

હવે પાનની પેસ્ટમાં મિક્સ કરો (પાનમાં થોડું દૂધ નાખી બનાવેલ પેસ્ટ) અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.

પાન મોદક રેસીપી

તેને થોડું ઠંડુ થવા દો, પછી મિશ્રણ સાથે અડધા મોદક મોલ્ડ ભરો. ત્યારબાદ એમાં મધ્યમાં ગુલકંદ અને ટુટી ફ્રુટી ઉમેરો.

પાન મોદક રેસીપી

બાકીના મોલ્ડને મિશ્રણથી ભરો અને મોદકનો આકાર આપો. હવે અનમોલ્ડ કરો એટલે તમારા પાન મોદક તૈયાર છે.

Kesar Malai Modak Recipe : છઠ્ઠા દિવસે વિધ્નહર્તાને પ્રસાદમાં ધરો કેસર મલાઈ મોદક, જાણો રેસીપી