Jun 20, 2025
ચોમાસાના વરસાદમાં મોટા ભાગના લોકોના ઘરે ભજીયા અને પકોડા બને છે. ભજીયા ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા પડે છે.
અમુક લોકો ઘરે બનેલા ભજીયાનો સ્વાદ બજાર જેવો ન હોવાની ફરિયાદ કરતા હોય છે. આનું કારણ છે ભજીયા તળવાની રીત. જો તેલમાં તળતી વખતે કચાશ રહી જાય તો ભજીયાનો સ્વાદ આવતો નથી.
ભજીયા તળી વખતે શું ધ્યાન રાખવું? કેટલા સમય સુધી તળવા તેના વિશે વિગતવાર જાણીયે
હંમેશા તેલ બરાબર ગરમ થયા બાદ જ ભજીયા તળવા જોઇએ. આ માટે બરાબર તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા સૌથી પહેલા 1 - 2 ભજીયા તેલમાં મૂકો. જો ભજીયા તેલમાં મૂક્યા બાદ તરત જ ઉપર આવી જાય તો સમજવું કે તેલ ગરમ થઇ ગયું છે.
તેલમાં ભજીયા તળતી વખતે ગેસની આંચ હંમેશા મધ્યમ હોવી જોઇએ. જો ગેસ ધીમો હશે તો ભજીયા તળવામાં વધારે સમય લાગશે.
ભજીયા તળતી વખતે ગેસની આંચ ફુલ રાખવી. જો ગેસની આંચ વધારે તો ભજીયા બહારની બાજુથી ઝડપથી તળાઇ જશે પણ કદાચ અંદરથી કાચા રહી જવાની શક્યતા રહે છે.
ગેસની મીડિયમ આંચ પર ભજીયા તેલમાં તળવા જોઇએ છે. ભજીયાને એક બાજુથી 4 થી 5 મિનિટ સુધી તેલમાં તળવી અને ત્યાર બાદ બીજી બાજુ આટલી મિનિટ સુધી તળવા જોઇએ.
ભજીયા સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી તેલમાં તળવા જોઇએ. ભજીયા તળતી વખતે ગેસની આંચ મીડિયમ હોવી જોઇએ. મીડિયમ આંચ પર ભજીયા અંદર અને બહાર બંને બાજુથી બરાબર ફ્રાય થઇ જશે.