1 બાઉલ સમારેલ પાલક, 1 બાઉલ સમારેલ મેથી, 2 ચમચી દહીં, 1/2 ચમચી હળદર પાઉડર, 1 ચમચી તલ, 1/2 અજમો, 1 ચમચી વરિયાળી, સ્વાદ મુજબ મીઠું, 1 બાઉલ બાજરીનો લોટ, 1 બાઉલ ઘઉનો લોટ, કોથમીર લીલા મરચાની પેસ્ટ
સૌ પ્રથમ એક બાઉલ સમારેલ પાલક, સમારેલ મેથી, દહીં નાખીને બધું સારી રીતે મિક્ષ કરો, એમાં બધા મસાલા નાખો.
હવે એમાં હળદર પાઉડર, તલ, અજમો, વરિયાળી, સ્વાદ અનુસાર મીઠું, બાજરીનો લોટ, ઘઉંનો લોટ, કોથમીર લીલા મરચાની પેસ્ટ નાખી અને પાણી નાખીને બધું સારી રીતે મિક્ષ કરો.
ત્યારબાદ સ્ટીમરમાં મૂકીને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લો અને વઘાર મુકો.
પેનમાં તેલ ગરમ કરો, રાઈ, જીરું, હિંગ, લીલા મરચા, કોથમીર, તલ નાખીને વઘાર કરો અને બોલ્સ નાખીને મિક્ષ કરો.