Palak Pakoda Recipe : વરસાદી માહોલમાં બનાવો પરફેક્ટ પાલક પકોડા, જાણો ખાસ રેસીપી

Jul 12, 2024, 04:15 PM

ચોમાસુ શરૂ થઇ ગયું છે, વરસાદના લીધે વાતાવરણ ઠંડુ થઇ ગયું છે, ત્યારે પકોડા ખાવાની ઈચ્છા ખુબજ થાય છે, તો અહીં પાલકના ટેસ્ટી પકોડાની રેસીપી શેર કરી છે જે તમે ઝટપટ બનાવી શકો છો,

સામગ્રી

સમારેલ ડુંગળી, 2-3 સમારેલ લીલા મરચા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 15-20 પાલકના પાંદડા, 4-5 બટાકાની ઝીણી સ્લાઈસ, 1/2 અજમો, 1/2 લાલ મરચું પાઉડર, ચપટી હિંગ, 1/2 આખું જીરું, ચપટી ગરમ મસાલા, સ્વાદ અનુસાર મીઠું, 1/2 કપ ચણાનો લોટ

પાલક પકોડા રેસીપી

સૌ પ્રથમ પાલક ધોઈને ઝીણી સમારી લો,ત્યારબાદ બટાકાને પણ ઝીણી સ્લાઈસમાં કટ કરી લો. એજ રીતે બાદ ડુંગળી સમારી લો

પાલક પકોડા રેસીપી

હવે એક મોટા બાઉલમાં પાલક, બટાકા અને સમારેલ ડુંગળી નાખો, તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો, તેમાં સમારેલ લીલા મરચા નાખો, અજમો ઉમેરો.

પાલક પકોડા રેસીપી

ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, ચપટી હિંગ, આખું જીરું, ચપટી ગરમ મસાલા અને સ્વાદ અનુસાર મીઠું અને ચણાનો લોટ ઉમેરો.

પાલક પકોડા રેસીપી

બધું સારી રીતે મિક્ષ કરીને પાણી નાખી બેટર તૈયાર કરો, ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરીએ બધા પકોડા તળી લો.

પાલક પકોડા રેસીપી

બધા પકોડા તળાય જાય એટલે એક સર્વિંગ પ્લેટમાં લઈને ગરમ ગરમ સર્વ કરો.

Garlic Palak Khichdi : ડિનરમાં બનાવો લસણ વાળી હેલ્ધી પાલક ખીચડી, ખુબજ સ્વાદિષ્ટ બનશે