Jul 01, 2025
વરસાદી માહોલમાં અવનવું ખાવાનું મન થતું હોય છે. પાત્રા પણ વરસાદી માહોલની મજાને ડબલ કરે છે.
જોકે, અડવીના પાનના પાત્રા બનાવવા માટે વધારે માથાકુટ કરવી પડે છે. તમે પાલક પાત્રા પણ ટ્રાય કરી શકો છો.
બીડા વાળવાની ઝંઝટ વગર પાલક પાત્રા બની જશે. આ પાત્રા બનાવવા એકદમ સરળ છે. તો ફટાફટ નોંધી લો રેસીપી
પાલક, બેશન, એક ચમચી તલ, વરિયાળી, મીઠું, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, આમલીનો પલ્પ, 2 ચમચી ખાંડ.
પાલકના પાનને સારી રીતે ધોઈને પાનની ડંડીનો ભાગ ચપ્પા વડે અલગ કરીને પાનને બાજુ પર રાખી મુકો.
એક બાઉલમાં એક કપ બેશન લો તેમાં એક ચમચી તલ, એક ચમચી વરિયાળી, સ્વાદ પ્રમાણે મીઠું, ચમચી ગરમ મસાલો, થોડી હળદર, લાલ મરચું પાઉડર નાંખો.
ત્યાર બાદ તેમાં ચમચી ધાણાજીરું, આમલીનો પલ્પ, 2 ચમચી ખાંતનાખી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જાઓ અને હલાત જા જાઓ. બેટર બહુ ઘટ નહીં અને પતલું નહીં એવું બનાવો.
તૈયાર કરેલા બેટરમાં પાલક નાંખીને હાથ વડે મીસળી સારી રીતે મીક્સ કરી દો અને એક થાળીમાં બટર પેપર કે તેલ લગાડીને કાઢો.
થાળીને ઢોકળાના કુકર કે પછી તપેલીમાં પાણી નાંખીને બાફવા મુકી દો. એકદમ સારી રીતે બફાય જાય ત્યારે કાઢીને ઠંડુ થવાદો.
પાત્રા ઠંડા થાય ત્યારે તેના કટકા કરી દો. એક કઢાઈમાં તેલ, રાઈ, તલ, હીંગ અને મીઠા લીંમડાના પાનનો વઘાર કરીને પાત્રા ઉમેરીને સારી રીતે હલાવી દો.
આમ તમારા પાલક પાત્રા તૈયાર છે. જેને ચાર સાથે કે પછી લીલી ચટણી કે ખજૂરની ચટણી સાથે ખાઈ શખાય.