પનીર ભુરજી શાક ઘરે બનાવો, એકદમ ઢાબા સ્ટાઇલ જેવું ટેસ્ટી બનશે

May 31, 2025, 07:40 PM

પનીર ભુરજી

મસાલેદાર પનીર ભુરજી એક સ્વાદિષ્ટ શાક છે. આ એક વેજીટેરિયન વાનગી છે અને તેને પનીરનો ઉપયોગ કરાય છે

ઘરે બનાવો

પનીર ભુરજી તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો. અહીં પનીર ભુરજીની રેસીપી જણાવી રહ્યા છીએ.

પનીર ભુરજી સામગ્રી

પનીર, છીણેલું, દૂધ, લીબુનો રસ, તેલ, આદું, લસણ, લીલા મરચા, ડુંગળી, ટામેટું, કેપ્સીકમ, ગરમ મસાલા પાઉડર, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, લીલા ધાણા, મીઠું.

પનીર ભુરજી બનાવવાની રીત - સ્ટેપ 1

એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. તેમાં જીરું એડ કરો. જ્યારે જીરું સોનેરી થવા લાગે ત્યારે તેમાં છીણેલું આદું, પીસેલું લસણ અને બારીક સમારેલું લીલું મરચું નાખીને એક મિનિટ સુધી સાંતળો.

સ્ટેપ 2

તેમાં બારીક સમારેલી ડુંગળી નાખો અને તેને હલ્કી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. આ પછી બારીક સમારેલા ટામેટાં અને કેપ્સીકમ નાખો. ટામેટાંને નરમ થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ 3

આ પછી ગરમ મસાલા પાઉડર, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો.

સ્ટેપ 4

ત્યારબાદ તેમાં દૂધ નાખો અને મિશ્રણને બરાબર મિક્સ કરો અને 1 મિનિટ સુધી પકાવો. તેમાં છીણેલું પનીર અને લીંબુનો રસ નાખીને બરાબર હલાવો.

સ્ટેપ 5

થોડી મીનિટ સુધી મિશ્રણને પકાવો. મિશ્રણને ચિપકવાથી રોકવા માટે વચ્ચે વચ્ચે ચમચાથી હલાવતા રહો. આ પછી ગેસને બંધ કરી દો.

પનીર ભુરજી શાક તૈયાર

આ સાથે જ તમારું સ્વાદીષ્ટ પનીર ભુરજીનું શાક તૈયાર થઇ જશે. તેને લીલા ધાણાથી સજાવો અને પરોઠા અથવા રોટલીની સાથે પીરસો.