પનીર હાંડી રેસીપી, ઘરે પણ બનશે હોટલ જેવી એકદમ સ્વાદીષ્ટ

May 30, 2025, 06:16 PM

પનીર હાંડી રેસીપી

પનીર હાંડીની રેસીપી ખૂબ જ સરળ છે. તે બાળકોને પણ પસંદ પડે છે.

ઘરે બનાવો

અહીં તમને પનીર હાંડી બનાવવાની રીત જણાવી રહ્યા છીએ. તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

પનીર હાંડી સામગ્રી

પનીર, ડુંગળી, ટામેટા, આદુ- લસણની પેસ્ટ, લવિંગ, તજ, એલાયચી, મરી, તમાલપત્ર, લીલી કોથમીર, ગરમ મસાલો, ધાણા પાવડર, લાલ મરચું પાઉડર, હળદર, મીઠું, તેલ કે ઘી.

પનીર હાંડી બનાવવાની રીત - સ્ટેપ 1

એક કડાઇમાં ઘી કે તેલ તમને પસંદ હોય તે ગરમ મુકી તેમાં જીરું, તજ, લવિંગ, ઇલાયચી તમાલપત્ર, મરી ઉમેરો.

સ્ટેપ 2

ત્યારબાદ તેમાં ડુંગળીના અને લસણ ઉમેરી બે મિનિટ માટે કુક થવા દો. આ પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ અને ટમેટાના ટુકડા ઉમેરો.

સ્ટેપ 3

ત્યારબાદ પાણી, હળદર અને મીઠું ઉમેરી ટામેટાં નરમ થઈ જાય ત્યાં સુધી તેને કુક થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી તેને સાવ ઠંડું થવા દો.

સ્ટેપ 4

મિક્સરની જારમાં આ તૈયાર કરેલા મિશ્રણને ઉમેરી તેની પ્યુરી બનાવો. આ પછી એક કડાઈમાં ઘી અને તેલ ગરમ મૂકી તેમાં કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરું, હળદર અને તૈયાર કરેલી પ્યુરી ઉમેરો.

પનીર હાંડી તૈયાર

હવે તેમાં પનીરના ટુકડા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી બે મિનિટ માટે કુક થવા દો. આ પછી તમારી પનીર હાંડી તૈયાર થઇ જશે.

સર્વ કરો

સમારેલી કોથમીર વડે ગાર્નીશ કરી પનીર હાંડીને ગરમા ગરમ સર્વ કરી શકાય છે. તે રોટલી, પરાઠા કે નાન સાથે ખાઇ શકો છો.