પનીર હાંડી ઘરે બનાવો, હોટલ જેવો ટેસ્ટી ચટાકો આવશે

Dec 17, 2025, 11:23 PM

પનીર હાંડી

પંજાબી શાક ખાવાના શોખીનો માટે પનીર હાંડી એકદમ ટેસ્ટી સ્વાદ છે.

પનીર હાંડી રેસીપી

પનીર હાંડીની રેસીપી એકદમ સરળ છે. અહીં તમને પનીર હાંડી બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.

પનીર હાંડી સામગ્રી

પનીર, ડુંગળી, ટામેટા, તેલ કે ઘી, આદુ- લસણની પેસ્ટ, લવિંગ, તજ, એલાયચી, મરી, તમાલપત્ર, લીલી કોથમીર, ગરમ મસાલો, ધાણા પાવડર, લાલ મરચું પાઉડર, હળદર, મીઠુ.

પનીર હાંડી બનાવવાની રીત

એક કડાઇમાં ઘી કે તેલ લો અને ગેસ પર મુકો. તેમાં જીરું, તજ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર, મરી ઉમેરો.

ડુંગળી અને લસણ ઉમેરો

ત્યારબાદ તેમાં ડુંગળી અને લસણ ઉમેરી બે મિનિટ માટે કુક થવા દો. આ પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ અને ટમેટાના ટુકડા ઉમેરો.

કુક થવા દો

ત્યારબાદ પાણી, હળદર અને મીઠું ઉમેરી ટામેટાં નરમ થઈ જાય ત્યાં સુધી તેને કુક થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી તેને ઠંડું થવા દો.

પ્યુરી બનાવો

મિક્સરની જારમાં આ તૈયાર કરેલા મિશ્રણને ઉમેરી તેની પ્યુરી બનાવો. આ પછી એક કડાઈમાં ઘી અને તેલ ગરમ મૂકી તેમાં કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરું, હળદર અને તૈયાર કરેલી પ્યુરી ઉમેરો.

પનીર હાંડી તૈયાર

હવે તેમાં પનીરના ટુકડા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી બે મિનિટ માટે કુક થવા દો. આ પછી તમારી પનીર હાંડી તૈયાર થઇ જશે.

સર્વ કરો

સમારેલી કોથમીર વડે ગાર્નીશ કરી પનીર હાંડીને ગરમા ગરમ સર્વ કરી શકાય છે. તે રોટલી, પરાઠા કે નાન સાથે ખાઇ શકો છો.