200 ગ્રામ પનીર, 1 કપ ખાંડ, 1/3 કપ મેંદો, 2 ઈલાયચી, ચપટી ઓરેન્જ ફૂડ કલર, 1/4 દૂધ, ચપટી બેકિંગ સોડા, 1/2 કપ પાણી
1 કપ ખાંડ, 2 ઈલાયચી, ચપટી ઓરેન્જ ફૂડ કલર અને 1/2 કપ પાણી નાખો અને ગેસ ચાલુ કરો. સારી રીતે હલાવો અને ચાસણી તૈયાર કરો. થોડી સ્ટીકી ચાસણી થઇ એટલે ગેસ પરથી ઉતારી લો
હવે મિક્ષર ગ્રાઈન્ડરમાં પનીર, મેંદો, બેકિંગ સોડા અને દૂધ ઉમેરો, ત્યારબાદ તેને સારી રીતે ગ્રાઈન્ડ કરી લો. અને એક પ્લાસ્ટિકની થેલીમાં આ બેટર ભરો અને તેમાં સહેજ છેદ કરો જેથી તમે જલેબી ઉતારી શકો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો, અને આ બેટર ભરેલ થેલી દ્વારા જલેબી બનાવો. એક પછી એક બન્ધી જલેબી બનાવી લો, અને ધીમી આંચ પર થવા દો.
હવે જલેબી થઇ જાય એટલે ગેસ પરથી ઉતારીને તૈયાર ચાસણીમાં નાખો, 1 કલાક સુધી રહેવાદો અને જલેબી સર્વ કરો.