સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં મહેમાનો આવે ત્યારે મીઠાઈ બનાવવાની પ્રથા હોય છે. મહિલાઓ મીઠાઈ ઘરે બનાવે કે પછી બજારમાંથી મંગાવતી હોય છે.
જો તમારા ઘરે અચાનક મહેમાનો આવી ચડે તો અને તમે મહેમાનોને ખુશ કરવા માટે કલાકંદ મીઠાઈ બનાવી શકો છો.
પનીરમાંથી બનતી કલાકંદ મીઠાઈ ફટાફટ બની જાય છે. અને ઓછી વસ્તુમાં જ તૈયાર થઈ જાય છે. તો નોંધીલો આ સરળ રેસીપી
400 ગ્રામ પનીર, 400 ગ્રામ કન્ડેસ મીલ્ક, ઘી, ઈચાયચી પાઉડર, ગાર્નિસ માટે ડ્રાયફ્રૂટ્સ
કલાકંદ બનાવવા માટે 400 ગ્રામ પનીર લઈશું તને હાથવડે મસળી લઈશું.અહીં ખાસ ધ્યાન રાખવાનું કે પનીરને મીક્સરમાં ગ્રાઈન્ડ કરવાનું નથી.
હવે એક પેનમાં અડઘી ચમચી ઘી નાંખો અને પનીરને શેકવાનું શરુ કરો. પનીરને ઓવર કૂક કરવાનું નથી. માત્ર બે મીટિટ શેકવાનું છે.
હવે તેમાં 400 ગ્રામ કન્ડેન્સ મીલ્ક ઉમેરવું. અને હલાવતા રહીને શેકવું. ચાર-પાંચ મીનિટ પછી મીક્સર ઘટ થવા લાગશે.
મીક્સર ઘટ થાય અને હલકું ઘી છોડે ત્યારે મીક્સરમાં અડધી ચમચી ઈલાયચી પાઉડર નાંખવો અને સારી રીતે મીક્સ કરી દેવું.
મીક્સને હવે એક મોલ્ડમાં કાઢીને સરખું પાથરી દેવું. અને ઉપરથી ગાર્નિસ માટે પીસ્તાની કતરણ અને ડ્રાય ગુલાબ પાંખડી નાંખવી.
મીક્સ રૂમ ટેમ્પરેચરમાં ઠરી જાય ત્યારે તેને મોલ્ડમાંથી બહાર કાઢીને તેના ચોરસ આકારના કટકા કરવા. આમ તૈયાર છે તમારું દાણાદાર કલાકંદ.