Aug 08, 2025
રક્ષાબંધનના દિવસે ભાઇને ગળ્યું ખવડાવવાની પ્રથા છે. આ દરમિયાન તમે ઘરે પણ ટેસ્ટી ખાવાનું બનાવી શકો છો.
અમે અહીં પનીર ખીર રેસીપી જણાવી રહ્યા છીએ. જે તમે ઘરે બનાવી તમારા ભાઇને ખવડાવી શકો છો.
પનીર, દૂધ, એલાઇચી પાઉડર, કસ્ટર્ડ પાવડર, ખાંડ, કેસરના તાંતણા, પિસ્તા-બદામની કતરણ.
એક જાડા તળિયાના વાસણમાં દૂધ ગરમ મુકો. એક ઉભરા પછી ગેસનો ફ્લેમ ધીમો કરી 5-7 મિનિટ ઉકળવા દો. વચ્ચે વચ્ચે દૂધને હલાવતા રહો.
એક વાટકીમાં થોડું દૂધ લઇ તેમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરો. જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં કસ્ટર્ડ પાઉડરવાળું દૂધ ઉમેરો.
ત્યારબાદ તેમાં એલાઇચી પાઉડર અને ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
આ પછી ઝીણું ખમણેલું પનીર ઉકળતા દૂધમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ધીમા તાપે પકવા દો.
આ પછી ખીર ઘટ્ટ બની જાય ત્યારે ગેસ બંધ કરો. કેસર અને, બદામ, પિસ્તા ઉમેરો અને મિક્સ કરો. તેને ગરમાગરમ સર્વ કરો.