પનીર મખની એક સ્વાદિષ્ટ અને લોકપ્રિય ભારતીય વ્યંજન છે.
હોટલ જેવું ટેસ્ટ પનીર મખની તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
પનીર, તેલ, બટર, જીરૂ, હિંગ, ડુંગળી, ટામેટા, આદુ, લસણ, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ગરમ મસાલો, તજ, લવિંગ, પાણી, મીઠો લીમડો, કાજુ, એલાઇચી.
સૌ પ્રથમ પનીરના નાના મધ્યમ કદના કટકા કરી લેવા.
આ પછી એક પેનમાં થોડું પાણી કે તેલ નાખી કાપેલા ટામેટા, થોડી ડુંગળી, લસણ, આદુ, મીઠો લીમડો, હીંગ, આદુ, એલાયચી, કાજુ વગેરે નાખી કુક કરવું.
ટામેટા ચડી જાય એટલે એમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચા પાવડર, હળદર, ધાણા જીરું પાઉડર, 1 ચમચી ગરમ મસાલો નાખી સાતળવું.
બધું બરાબર ચડી જાય એટલે તેને ઠંડુ પાડી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું. આ પછી કડાઈમા પનીરના કટકા નાખી પનીરને થોડા સાતડવા ચોંટેના એનું ધ્યાન રાખવું.
હવે ગ્રાઇન્ડ કરેલી ગ્રેવી બટરમાં ઉમેરવી. થોડીવાર રાખી ગેસ બંધ કરી દેવો. પનીર મખની ઉપર ધાણા નાખી શકો છો.