Paneer Paratha Wrap Recipe | બાળકો માટે નાસ્તામાં ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર પનીર પરાઠા રેપ, જાણો રેસીપી

Aug 20, 2025, 02:58 PM

જો તમને સવારે નાસ્તામાં કંઈક એવું મળે જે હેલ્ધી, સ્વાદિષ્ટ હોય અને ઝડપથી તૈયાર થઈ શકે, તો એનાથી સારું શું?

પરાઠા રેપ એક એવી રેસીપી છે જે તમને પ્રોટીન, ફાઇબર અને સ્વાદ એકસાથે આપે છે. આ એક રેપ છે જેમાં દહીં, તાજા શાકભાજી અને હળવા મસાલાને નરમ પરાઠામાં લપેટીને બનાવવામાં આવે છે.

પનીર પરાઠા રેપ તમે બાળકોને નાસ્તામાં, બપોરના ભોજનમાં અથવા તો રાત્રે ભોજનમાં ખાઈ શકો છો. તે બાળકોને ટિફિનમાં ખુબજ ભાવશે, અહીં જાણો પનીર પરાઠા રેપ રેસીપી

પનીર પરાઠા રેપ સામગ્રી

1 કપ ઘઉંનો લોટ, મીઠું સ્વાદ મુજબ, તેલ શેકવા માટે, કણક માટે પાણી, 1/2 કપ સમારેલી કાકડી, 1/2 કપ પનીર, સમારેલી ડુંગળી,1/2 કપ ટામેટા સોસ, 1/2 કપ સમારેલ ગાજર, સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી કાળા મરી પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, 2 સમારેલા લીલા મરચા, 2 ચમચી સમારેલા કોથમીર

પનીર પરાઠા રેપ રેસીપી

સૌ પ્રથમ ઘઉંના લોટમાં થોડું મીઠું અને પાણી ઉમેરો અને નરમ કણક ભેળવો. આ પછી તેને 10 મિનિટ માટે ઢાંકીને રાખો.

પનીર પરાઠા રેપ રેસીપી

હવે તેને વેલણથી વણી લો, આ પછી તવાને ગરમ કરો અને પરાઠાને બંને બાજુ હળવા ઘી અથવા તેલથી શેકો.

પનીર પરાઠા રેપ રેસીપી

હવે એક બાઉલમાં પનીર, ટામેટા સોસ, કાકડી, ટામેટા, ડુંગળી, ગાજર, લીલા મરચા, ધાણાજીરું, મીઠું, કાળા મરી અને ચાટ મસાલો ઉમેરો. આ પછી લીંબુનો રસ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.

પનીર પરાઠા રેપ રેસીપી

હવે આ પરાઠાને એક પ્લેટમાં મૂકો અને તેની વચ્ચે થોડું નાખી દહીં ફેલાવો. જો તમે ઇચ્છો તો, તમે ઉપર થોડી ટામેટાની ચટણી અથવા લીલી ચટણી પણ ઉમેરી શકો છો.

પનીર પરાઠા રેપ રેસીપી

હવે આ પરાઠા પર બનાવેલ સ્ટફિંગ મુકો તમે ઈચ્છો તો તેને ફરી પેન ફ્રાય કરી શકો છો હવે ગરમ ગરમ સર્વ કરો.

Sprouted Moong Bhajiya । ફણગાવેલા મગ ભજીયા રેસીપી, ચા સાથે પૌષ્ટિક નાસ્તો