1 કપ સુજી/સોજી, ½ કપ દહીં, 1½ કપ પાણી, 2 ચમચી તેલ, ½ ચમચી જીરું, ½ ચમચી રાઈ, 1 બારીક સમારેલી નાની ડુંગળી, 1 બારીક સમારેલ લીલું મરચું, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, ¼ કપ લીલા કેપ્સીકમ, ¼ કપ મકાઈના દાણા, સ્વાદ માટે મીઠું, 100 ગ્રામ પનીર/કોટેજ ચીઝ, 2 ચમચી તાજી કોથમીર, થોડો ખાવાનો સોડા, મકાઈ કેપ્સિકમ ઓપ્શનલ, રસોઈ માટે તેલ
એક મોટા બાઉલમાં સોજી, દહીં અને પાણી ઉમેરો. હવે સારી રીતે મિક્સ કરો અને 10 મિનિટ માટે રહેવા દો.
લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ ઉમેરો અને બીજી મિનિટ પકાવો. હવે તેમાં મીઠું, લાલ મરચું પાવડર, જીરું પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરો.
પનીરનું મિશ્રણ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું ઉમેરો અને તેને ફૂટવા દો. હવે ડુંગળી ઉમેરો અને તેને 2-3 મિનિટ અથવા આછા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી પકાવો.
છીણેલું પનીર ઉમેરો અને બધું બરાબર ભેગું થઈ જાય ત્યાં સુધી મિક્સ કરો. થોડી તાજી કોથમીર, મીઠું અને પાણી ઉમેરો. બેટર બહુ જાડું કે પાતળું ન હોવું જોઈએ.
છેલ્લે ખાવો સોડા ઉમેરો અને હળવા હાથે ફરીથી મિક્સ કરો. એક પેનમાં તેલ ઉમેરો અને તેમાં એક મોટી ચમચી બેટર નાખો.
ઢાંકણ ઢાંકીને બંને સાઈડ 4-5 મિનિટ સુધી અને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી પકાવો. ગરમાગરમ સર્વ કરો.