તમે સવારના નાસ્તામાં કઇક અલગ ટ્રાય કરવા માંગો છો તો પનીર પાલક સેન્ડવીચ બનાવી શકો છો.
આ એકદમ સરળ અને હેલ્ધી છે. અહીં પનીર પાલક સેન્ડવીચની રેસીપી જણાવી રહ્યા છીએ.
4 સ્લાઈસ બ્રેડ, 1 કપ છીણેલું પનીર, 1 કપ બારીક સમારેલું બાફેલી પાલક, બારીક સમારેલી ડુંગળી, બારીક સમારેલા ટામેટા,બારીક સમારેલું લીલું મરચું, અડધી ચમચી કાળા મરી પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું, 1 ચ ચમચી બટર.
પનીર પાલક સેન્ડવીચ બનાવવા માટે પહેલા પાલકને સારી રીતે ધોઈને 2 મિનિટ સુધી ઉકાળો.
આ પછી બાફેલી પાલકને બારીક સમારીને એક બાઉલમાં છીણેલું પનીર, ડુંગળી, ટામેટા અને લીલા મરચાં નાખો.
ત્યારબાદ બાઉલમાં મીઠું, કાળા મરી પાવડર અને ચાટ મસાલો ભેળવીને સારી રીતે મિક્સ કરો.
હવે બ્રેડ સ્લાઈસ પર બટર લગાવો અને તેને પનીર અને પાલકનું મિશ્રણ ભરો અને બીજી બ્રેડથી ઢાંકી દો. આ પછી સેન્ડવીચને તવા પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
આ સાથે જ તમારું અને હેલ્ધી પનીર પાલક સેન્ડવીચ તૈયાર થઇ જશે. ગરમાગરમ સેન્ડવીચને ટોમેટો કેચઅપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.