Jun 05, 2025
પાણીપુરી ખાવી દરેકને પસંદ હોય છે. ખાસ કરીને પાણીપુરીની પુરી ઉપર ભભરાવવામાં આવતો કાળો પણ દાઢે વળગે છે.
પાણીપુરી ખાધા પછી આ મસાલામાં ટોળીને કોરી પુરી ખાવાની પણ અલગ મજા આવતી હોય છે. આ મસાલા વગર પાણીપુરી અધુરી લાગે છએ.
જોકે ઘરે પાણીપુરી બનાવીએ ત્યારે આ મસાલો લારી પરથી લાવવો પડતો હોય છે. તો હવે આવું નહીં કરવું પડે.
કારણે અહીં પાણીપુરીનો આ કાળો મસાલોની પરફેક્ટ માપ સાથેની રેસીપી જાણીશું.
અડધો કપ સુકા ધાણા, એક કપ જીરું, એક ચમચી કાળા મરી, 4-5 સુકા લાલ મરચાં, એક ચમચી અજમો,એક કપ સુકા ફુદીનાના પત્તા, અડધો કપ સંચળ અને અડધો કપ મીઠું.
એક પેનમાં એક કપ જીરું અને અડધો કપ સુકા ધાણા નાંખીને ધીમી ફ્લેમ પર સેકીશું.સતત હલાવતા રહેશું જેથી મસાલા બળી ન જાય.
ત્યારબાદ પેનમાં એક ચમી કાળા મરી, 4-5 સુકા લાલ મરચાં, એક ચમચી અજમોને પણ ધીમી ફ્લેમ પર સતત હલાવીને સેકીશું.
હવે પેનમાં એક કપ ફુદીનાના પત્તા, 1/4 કપ સંચળ અને 1/4 કપ મીઠું લઈને ધીમી ફ્લેમ પર સેકીશું. અજમાનો રંગ બદલાય ત્યાં સુધી શેકીશું.
બધી વસ્તુઓ થાળીમાં કાઢીને ઠંડી થવા દો. સેકેલા મસાલા ઠંડા થાય ત્યારે મીક્સર જારમાં લઈને બ્લેન્ડ કરી દો. આમ તૈયાર થઈ જશે તમારો પાણીપુરીનો કાળો મસાલો.
આ મસાલાને એરટાઈટ ડબ્બામાં સ્ટોરી કરીને લાંબો સમય સુધી સાચવી શકાય છે.