May 30, 2025
લારીની પાણીપુરી લોકોને ખુબ જ પસંદ આવે છે. ઘણા લોકો પાણીપુરી ઘરે બનાવવાનું પણ પસંદ કરે છે.
જોકે ક્યારેક લારી જેવું ચટપટું પાણીપુરીનું પાણી ઘરે બનતું નથી. પાણીપુરીનો સ્વાદ ચટપટા પાણીમાં રહલો છે.
જો તમારે પણ લારી જેવું પાણી ઘરે બનતું નથી તો તમે આપેલા માપ પ્રમાણે સિક્રેટ રેસીપી અપનાવી શકો છો.
એક કપ લીલા ધાણા, એડધો કપ ફૂદીના, પાંચથી છ લીલા મરચા, આદુનો ટુકડો, એક ચમચી સંચળ, એક ચમચી મીઠું,
ત્રણ ચમચી પાણીપુરીનો મસાલો, બરફના ટૂકડા, પાણી, અડધી ચમચી લીંબુના ફૂલ, ચીલી ફ્લેક્સ.
પાણીપુરીનું તીખું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક મીક્સર જારમાં એક કપ લીલા ધાણા, એડધો કપ ફૂદીના નાંખવો.
ત્યારબાદ તેમાં પાંચથી છ લીલા મરચા, એક આદુનો ટુકડો નાંખવો, એક ચમચી સંચળ, એક ચમચી મીઠું નાખવું.
હવે તેમાં ત્રણ ચમચી પાણીપુરીનો મસાલો, બરફના ટૂકડા, અડધાથી ઓછો કપ પાણી અને અડધી ચમચી લીંબુના ફૂલ ઉમેરી ક્રસ કરી દો.
આમ પાણીની પેસ્ટ તૈયાર થશે. હવે એક બાઉલમાં પેસ્ટ કાઢી તેમાં એક લીટર પાણી ઉમેરવાનું છે. અને તેમાં એક ચમચી ચીલી ફ્લેકસ ઉમેરવું.
કાપેલા લીલા ધાણા અને તીખી બુંદી પણ ઉમેરી શકાય. આમ તમારું પાણીપુરીનું તીખું પાણી તૈયાર થઈ જશે.