3-4 બાફેલા બટાકા, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર પાઉડર, 1/2 ધાણા જીરું પાઉડર, ચાટ મસાલા અને કોથમીર
5-6 લિજ્જત પાપડ, 1/2 ચમચી ચાટ મસાલા, 2 ક્યુબ છીણેલું ચીઝ, ટમેટો સોસ, ઝીણી સેવ
સૌ પ્રથમ બટાકા બાફી લો, તેની છાલ કાઢીને તેમાં લાલ મરચું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર પાઉડર ધાણા જીરું પાઉડર, ચાટ મસાલા અને કોથમીર નાખીને સ્ટફિંગ તૈયાર કરો.
હવે લિજ્જત પાપડ લો, તૈયાર કરેલ બટાકાના સ્ટફિંગને તેમાં સ્પ્રેડ કરો, તેમાં ચાટ મસાલા, ચીઝ અને કોથમીર નાખો.
હવે પાપડને વચ્ચેથી કટ કરીને 2 ભાગ કરો, ત્યારબાદ એક તેવી ગરમ કરો, અને તેમાં સહેજ તેલ નાખીને પાપડ બાઇટ્સને શેકી લો.
પાપડ બન્ને સાઈડ શેકાઈ જાય અને ક્રિસ્પી થઇ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢો, તેને કોથમીરથી ગાર્નિશ કરીને ટમેટો સોસ અને ઝીણી સેવ સાથે સર્વ કરો.