Sep 15, 2025

પપૈયાનો સંભારો રેસીપી, ફરસાણની દુકાન જેવો ટેસ્ટ આવશે

Ashish Goyal

પપૈયાનો સંભારો

ગુજરાતમાં ગાંઠીયા ઘણા ખવાય છે. ગાંઠીયા સાથે પપૈયાના સંભારો ખાવાની ઘણી મજા આવે છે.

Source: social-media

પપૈયાના સંભારાની રેસીપી

બહાર ફરસાણની દુકાને મળે તેવો ટેસ્ટી પપૈયાનો સંભારો તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં પપૈયાના સંભારાની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

પપૈયાનો સંભારો સામગ્રી

છીણેલું કાચું પપૈયુ, લીલા મરચાં, રાઈ, હીંગ, હળદર, તેલ, મીઠું, પાણી.

Source: social-media

પપૈયાનો સંભારો બનાવનાની રીત, સ્ટેપ 1

એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. તેમાં રાઈના દાણા નાખો. જ્યારે તે તતળવા લાગે ત્યારે તેમાં ચપટી હીંગ નાખો.

Source: social-media

સ્ટેપ 2

આ પછી તેમાં લીલા મરચાં નાખો અને 2 મિનિટ માટે સાંતળો. તેમાં છીણેલું પપૈયું અને મીઠું નાખો અને બરાબર મિક્સ કરો. આ પછી મધ્યમ આંચ પર 2-3 મિનિટ સુધી પકાવો.

Source: social-media

સ્ટેપ 3

આ પછી તેમાં પાણી નાખો અને બરાબર મિક્સ કરો. તેને ઢાંકો અને ધીમી આંચ પર પપૈયું થોડું ક્રિસ્પી રહે ત્યાં સુધી પકાવો.

Source: social-media

સ્ટેપ 4

પપૈયું ચોટી ના જાય તે માટે તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. આ પછી તેમાં હળદર નાખો અને બરાબર મિક્સ કરો.

Source: social-media

સર્વ કરો

આ સાથે જ તમારો પપૈયાનો સંભારો તૈયાર થઇ જશે. એક સર્વિંગ બાઉલમાં તેને કાઢો. તમે તેને ગાંઠીયા સાથે થાઇ શકો છો.

Source: social-media

Source: social-media