Sep 05, 2025
ફરસાણની દુકાનમાં બનતા પાપડી એકદમ પોચી અને ટેસ્ટી લાગે છે.
આવી જ પોચી અને ટેસ્ટી પાપડી તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં પાપડી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
ચણાનો લોટ, તેલ, પાણી, મીઠું, અજમો, બેકિંગ સોડા.
સૌપ્રથમ એક બાઉલમાં એક વાટકી તેલ તેવું. તેમાં બે વાટકી પાણી ઉમેરવું. આ પછી તેને ગ્લેન્ડરથી કે મિક્સરમાં વલોવી લેવું.
આ કરવાથી તે એકદમ સફેદ જેવું થઇ જશે. આ પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અજમો અને બેકિંગ સોડા નાખીને સારી રીતે મિક્સ કરી લેવું.
આ પછી તેમાં ચણાનો લોટ નાખવો અને હાથથી સારી રીતે મિક્સ કરી લેવું અને પાપડીનો લોટ બાંધવો. આ લોટ વધારે કઠણ પણ ના હોય અને વધારે નરમ પણ ના હોય તે ધ્યાન રાખવું.
પાપડી બનાવવાનો સંચો લેવો અને તેને તેલથી ગ્રીસ કરવો. આ પછી બાંધેલા લોટમાંથી થોડો લોટ સંચાની અંદર નાખવો.
બીજી તરફ ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરવું અને સંચાની મદદથી પાપડી તેલમાં નાખવી. તળાઇ જશે પછી તેને ઝારાની મદદથી બહાર એક ડીશમાં લઇ લેવી.
આ રીતે ફરસાણની દુકાન જેવા સ્વાદીષ્ટ અને પોચી પાપડી તૈયાર થઇ જશે. તમે તેને કઢી, મરચા, ડુંગળી કે ચા સાથે ખાઇ શકો છો.