ઘરે બનાવો પાપડી, નાસ્તામાં ચા સાથે ખાવાની મજા પડશે

Dec 19, 2025, 09:37 PM

પાપડી ગાંઠીયા

ફરસાણની દુકાન અને બહાર લારીમાં મળતા પાપડી ગાંઠીયા એકદમ પોચા અને ટેસ્ટી લાગે છે.

પાપડી રેસીપી

આવી જ ટેસ્ટી પાપડી તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં પાપડી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

પાપડી ગાંઠીયા બનાવવાની સામગ્રી

ચણાનો લોટ, તેલ, પાણી, મીઠું, અજમો, બેકિંગ સોડા.

પાપડી ગાંઠીયા બનાવવાની રીત

સૌપ્રથમ એક બાઉલમાં એક વાટકી તેલ લો. તેમાં બે વાટકી પાણી ઉમેરો. આ પછી તેને ગ્લેન્ડરથી કે મિક્સરમાં વલોવી લેવું.

બેકિંગ સોડા નાખો

આ કરવાથી તે એકદમ સફેદ જેવું થઇ જશે. આ પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અજમો અને બેકિંગ સોડા નાખીને સારી રીતે મિક્સ કરી લો.

લોટ બાંધો

આ પછી તેમાં ચણાનો લોટ નાખો અને હાથથી સારી રીતે મિક્સ કરી લેવું અને પાપડીનો લોટ બાંધવો. આ લોટ વધારે કઠણ કે વધારે નરમ પણ ના બાંધવો.

સંચાની અંદર લોટ નાખો

પાપડી ગાંઠિયા બનાવવાનો સંચો લેવો અને તેને તેલથી ગ્રીસ કરવો. આ પછી બાંધેલા લોટમાંથી થોડો લોટ સંચાની અંદર નાખવો.

પાપડી તળી લો

બીજી તરફ ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરવું અને સંચાની મદદથી પાપડી ગાંઠીયા પાડવા. તળાઇ જાય પછી તેને ઝારાની મદદથી બહાર એક ડીશમાં લઇ લેવા.

પાપડી તૈયાર

આ રીતે તમારા ફરસાણની દુકાન જેવા સ્વાદીષ્ટ અને પોચા પાપડી ગાંઠીયા તૈયાર થઇ જશે. તમે તેને કઢી, મરચું, ડુંગળી કે ચા સાથે ખાઇ શકો છો.