હાલ ઉનાળાની ગરમીમાં કુલ્ફી, આઈસ્ક્રિમ જેવી ઠંડી વસ્તુ ખાવાની ઘણી મજા પડે છે.
તમે કુલ્ફી ઘરે પણ બનાવી શકો છો. અમે તમને એકદમ અલગ પારલે-જી બિસ્કીટમાંથી ફુલ્ફી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
પારલે-જી બિસ્કિટમાંથી બનેલી કુલ્ફી ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી સાથે તૈયાર કરી શકાય છે. તે એકદમ બહાર જેવી સ્વાદીષ્ટ બનશે.
પારલે-જી બિસ્કિટનું એક પેકેટ, ખાંડ, દૂધ, ક્રીમ, કોકો પાવડર, વેનીલા એસેન્સ.
પારલે-જી બિસ્કિટ લો અને તેને તોડીને ગ્રાઇન્ડરમાં નાખો. હવે તેમાં ગળ્યું ખાતા હોય તે પ્રમાણે ખાંડ ઉમેરો.
આ પછી એક કપ દૂધ અને અડધો કપ ક્રીમ ઉમેરો. આ મિશ્રણમાં એક ચમચી કોકો પાવડર ઉમેરો.
ત્યારબાદ તમે તેમાં વેનીલા એસેન્સના થોડા ટીપાં અને થોડી ચોકો ચિપ્સ ઉમેરી શકો છો. જો આ બંને ઉપલબ્ધ ન હોય તો તેને નહીં નાખો તો પણ ચાલે છે.
આ પછી ગ્રાઇન્ડર શરૂ કરો. આ બધાનું એક મિશ્રણ તૈયાર થશે. આ મિશ્રણને કુલ્ફી મોલ્ડમાં ભરો અને તેને થોડા કલાક માટે ફ્રીજમાં રાખો.
આ પછી પારલે-જી બિસ્કીટમાંથી કુલ્ફી તમે ખાઇ શકો છો. તે એકદમ સ્વાદીષ્ટ લાગશે.