ઘરે બનાવો પાતરા, વરસાદી મોસમમાં ખાવાની મજા આવશે

Jun 11, 2025, 09:41 PM

પાતરા સ્વાદીષ્ટ નાસ્તો

પાતરા એક સ્વાદીષ્ટ ગુજરાતી ડીશ છે. તેને ચોમાસાના વરસાદની સિઝનમાં ખાવાની મજા આવે છે.

ઘરે બનાવો

પાતરા ઘરે પણ આસાનીથી બનાવી શકો છો. અહીં અમે તેની રેસીપી જણાવી રહ્યા છીએ

પાતરા બનાવવાની સામગ્રી

અળવીના પાન, ચણાનો લોટ, ગોળ, આદુ - મરચાની પેસ્ટ, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, મીઠો લીમડો, લીલા મરચાના ટુકડા , કોથમરી, હિંગ, આમલીનુ પાણી, મીઠું, લીંબુ, તેલ, રાઇ ,તલ.

પાતરા બનાવવાની રીત, સ્ટેપ 1

એક બાઉલમાં ચણાનો લોટ, આદુ મરચાની પેસ્ટ, ગોળ,હળદર ,લાલ મરચું ,હિંગ,સ્વાદ અનુસાર મીઠું, તેલ, લીંબુ નો રસ અને થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરો.

સ્ટેપ 2

અળવીના પાનને સારી રીતે ધોઈને કોરા કરી લો. પાનના ઠૂંઠાને કાપી દો. ત્યારબાદ અળવીના પાનમાં લોટ ચોપડવો. પછી એક બીજું પાન તેના પર ઉંધુ રાખો પછી તેના પર ખીરુ લગાવો. ફરીથી મિશ્રણ લગાવો. આ પ્રક્રિયાને 3 થી 4 વખત કરો.

સ્ટેપ 3

એકવખત મિશ્રણ લગાવ્યા પછી કિનારીઓને ફોલ્ડ કરો. તેને નળાકાર આકારમાં બેસનની પેસ્ટ ભરીને કિનારીઓને સીલ કરો.

સ્ટેપ 4

સ્ટીમરને ગરમ કરી તેમાં રોલ કરેલા અડવીના પાન મુકીને તેને વરાળમાં 20-25 મિનિટ સુધી બાફો. પછી સહેજ ચપ્પા વડે ચેક કરી લેવું પાત્રા ચડી ગયા હશે તો લોટ ચપ્પાની નહીં ચોંટે. પાતરા ઠંડા પડી જાય એટલે તેના ગોળ ટુકડા સમારી લેવા.

સ્ટેપ 5

હવે કડાઇમાં વઘાર માટે તેલ ગરમ કરી એમાં રાઈ નાખો પછી તલ અને હીંગ નાખી શેકો. તેમાં ખાંડ, આમલીનું પાણી ઉમેરો. હવે એમાં કાપેલા પાતરાના ટુકડા નાખી ધીમા તાર પર શેકો.

પાતરા તૈયાર

આ રીતે તમારા સ્વાદિષ્ટ પાત્રા સર્વ કરવા માટે તૈયાર છે. તમે તેની ઉપર ધાણા નાખી શકો છો. તેને ચા કે ચટણી સાથે સર્વ કરો