તમે રોજ એક જ પ્રકારના બ્રેકફાસ્ટથી કંટાળી ગયા છો અને કંઇક નવું બનાવવા માંગો છો તો કોબી પરાઠા તમારા માટે પરફેક્ટ ઓપ્શન છે
તમે કોબી પરાઠા આસાનીથી ઘરે બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
ઝીણી સમારેલી કોબી, તેલ, હીંગ, કોથમીર, લોટ, અજમો,ઘી, સમારેલું આદુ, લીલું મરચું, ઝીણી સમારેલી ડુંગળી, ગાજર, હળદર, મરચાંનો પાવડર, ચાટ મસાલો, કસુરી મેથી, મીઠું.
સૌ પ્રથમ એક કઢાઇમાં થોડું તેલ લો. તેમાં હીંગ, જીરું, આખી કોથમીર, સમારેલું આદુ, સમારેલા લીલા મરચાં, સમારેલી ડુંગળી અને ખમણેલા ગાજર ઉમેરીને હળવા હાથે શેકી લો. હવે તેમાં કોબી ઉમેરીને હલકા હાથે મિક્સ કરી લો.
થોડી મિનિટ પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને કસુરી મેથી મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ પછી ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો.
આ દરમિયાન એક બાઉલમાં લોટ, મીઠું, હાથેથી પીસેલો અજમો, થોડું તેલ અને તેમાં પાણી ઉમેરીને સારી રીતે ગુંથી લો.
લોટમાંથી કણકના થોડા બોલ્સ બનાવો અને પછી કણકને સપાટ કરો અને તેને પહેલાથી તૈયાર કરેલા કોબીજ સ્ટફિંગથી ભરો. હવે રોલિંગ પિનનો ઉપયોગ કરો અને પરોઠાને સપાટ કરો. આ પછી તેને ગરમ તવા પર બંને બાજુથી રાંધો.
પરાઠા પર થોડું ઘી અથવા તેલ લગાવીને સહેજ કરકરા થાય ત્યાં સુધી શેકી લો. આ સાથે જ તમારા ટેસ્ટી કોબીના પરાઠા તૈયાર થઇ જશે.
ગરમાગરમ કોબી પરાઠા તમે દહીં, માખણ અથવા ચટણી સાથે ખાઈ શકો છો.