2 સમારેલ ડુંગળી, 200 ગ્રામ બાફેલા વટાણા, 3-4 ગ્રામ બાફેલા બટાકા, 3-4 સમારેલ રેડ કેપ્સિકમ, 3-4 સમારેલ ગ્રીન કેપ્સિકમ,1 ચમચી પાવ ભાજી મસાલા, 2 કપ ઘઉંનો લોટ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, 1/2 લાલ મરચું પાઉડર, જરૂર મુજબ તેલ
સૌ પ્રથમ એક મોટા વાસણમાં સમારેલ ડુંગળી, બાફેલા વટાણા,બાફેલા બટાકા, સમારેલ રેડ કેપ્સિકમ અને ગ્રીન કેપ્સિકમ નાખો.
તેમાં ઘઉંનો લોટ નાખો, હવે જરૂર મુજબ મસાલામાં આદુ લસણની પેસ્ટ,પાવ ભાજી મસાલા, કોથમીર, સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું પાઉડર નાખો.
બધું સાથે મિક્ષ કરો અને સારી રીતે સોફ્ટ લોટ બાંધો અને સહેજ તેલ નાખી બધો લોટ ભેગો કરો. થોડીવાર (5 થી 10 મિનિટ) માટે લોટને રેસ્ટ આપો.
હવે લોટની કણકમાંથી રોટલી વણો, ત્યારબાદ એક પેન ગરમ કરો અને રોટલીને પેનમાં બન્ને સાઈડ સારી રીતે શેકી લો. તેના પર સમારેલ ડુંગળી અને છીણેલું ચીઝ, સમારેલ ટામેટું અને સમારેલ રેડ કેપ્સિકમ (ઓપ્શનલ છે) નાખો અને ફરી શેકી લો.
પરાઠા તૈયાર થઇ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢો, ગરમ ગરમ પરાઠા દહીં અથવા કેચઅપ સાથે સર્વ કરો.