1 કપ ,સીંગ, 3/4 કપ છીણેલો અથવા બારીક સમારેલો ગોળ, 1 ટેબલસ્પૂન ઘી
મગફળીને એક કડાઈમાં મધ્યમ આંચ પર 6 મિનિટ માટે શેકો. બળવાથી રોકવા માટે અને સારી રીતે શેકવા માટે સતત ચમચાથી હલાવતા રહો.
શેકેલી મગફળીને 5 મિનિટ માટે ઠંડા થવા દો. જ્યારે તે થોડા ગરમ હોય ત્યારે જ તેને રગડીને છાલ કાઢી નાખો અને સીંગના ટુકડા કરો, એક મોટી થાળીને અને વેલણને તેલ/ઘી લગાવીને ચીકણી કરી લો.
હવે કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં ગોળ નાખોં અને સતત ચમચાથી હલાવતા રહો, જ્યારે ગોળ ઓગળી જાય, ત્યારબાદ તેને ધીમી આંચ પર સતત ચમચાથી હલાવીને 5 મિનિટ માટે પકાવો.
ગોળ પાકી જાય એટલે ગેસ બંધ કરો અને તેમાં મગફળી નાખોં. જ્યાં સુધી બધી મગફળી ગોળથી બરાબર લપેટાય જાય ત્યાં સુધી પકાવો. પહેલાથી ચીકણી કરેલી સપાટી પર મિશ્રણ નાખોં.
જલ્દીથી વેલણનો ઉપયોગ કરીને મિશ્રણને ફેલાવો, ચોરસ ટુકડાઓમાં કાપો અને ઠંડી થઈ જાય ત્યારે સીંગની ચીક્કી સર્વ કરો.