મગફળીના ફરાળી લાડુ આવી રીતે બનાવો, ઉપવાસમાં ખાઇ શકશો

Jul 29, 2025, 10:23 PM

શ્રાવણ મહિનો

હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જેમાં ઘણો લોકો ઉપવાસ કરે છે.

ઘરે બનાવો

ઉપવાસ માટે તમે ઘરે મગફળીના લાડવા બનાવી શકો છે. જેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.

મગફળી લાડુ સામગ્રી

સીંગદાણા, ઘી, ગોળ કે ખાંડ, કાજુ, બદામ, પિસ્તા.

મગફળીના લાડુ બનાવવાની રીત, સ્ટેપ 1

સીંગદાણાના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ સીંગદાણાને એક કડાઈમાં ધીમી આંચ પર શેકો. સીંગદાણા શેકાઈ જાય એટલે એક થાળીમાં કાઢી લો.

સ્ટેપ 2

સીંગદાણા હાથ વડે મસળીને તેનો છાલ ઉતારી નાખો. આ પછી તેને મિક્સરમાં દરી લો.

સ્ટેપ 3

હવે એક કઢાઈ માં ઘી ઉમેરો. ઘી ગરમ થઇ જાય એટલે ગોળ ઉમેરો. હવે ઘી માં ગોળ બરાબર રીતે મિક્સ કરો.

સ્ટેપ 4

ઘી માં ગોળ બરાબર મિક્સ થઈ જાય એટલે સીંગદાણા ઉમેરો અને બધાને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 5

હવે સીંગદાણાના મિક્સરને એક થાળીમાં લઇ લો. તેના ઉપર તમે છીણેલા કાજુ, બદામ, પિસ્તા નાખી શકો છો.

લાડુ બનાવો

આ મિક્સરને થોડું ઠંડુ થવા દો. પછી હાથમાં થોડું ઘી લગાવીને લાડુ બનાવો. તમે લાડુને ડબ્બામાં ભરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.