2-3 ચમચી ઘી , 1 મોટું સમારેલ પાઈનેપલ (અનાનસ), 1 મોટો બાઉલ ફ્રેશ નાળિયેર, 1 મોટો બાઉલ ખાંડ, 1 નાની વાટકી માવો, 1 નાની વાટકી સુગર પાઉડર, 1/4 ચમચી ઈલાયચી પાઉડર
સૌ પ્રથમ સમારેલ પાઈનેપલના નાના ટુકડા કરો પછી મિક્ષર ગ્રાઈન્ડરમાં ક્રશ કરી લો અને એ પ્યુરી એક બાઉલમાં કાઢી રાખો.
ત્યારબાદ એક કડાઈમાં ફ્રેશ નાળિયેરનું છીણ નાખો તેને બરોબર મિક્ષ કરો.
ત્યારબાદ એમાં પાઈનેપલ પ્યુરીમાં નાખો સારી રીતે મિક્ષ કરો, ત્યારબાદ એમાં ખાંડ, અને માવો નાખો.
માવો નાખ્યા બાદ એમાં પાઉડર સુગર નાખો અને બરોબર મિક્ષ કરો થોડીવાર માટે કુક કરો.