મોટેભાગે મીઠાઈ બહારથી લાવવામાં આવે છે પરંતુ તેની ક્વોલિટી અંગે ચિંતા રહે છે ત્યારે ઘરેજ બહારથી પણ ટેસ્ટી અને સરળ મીઠાઈ ઘરે બનાવી શકો છો, અહીં એવીજ એક પિસ્તા બરફી રેસીપી (Pista Barfi Recipe) શેર કરી છે,
1 કપ પિસ્તા,1 કપ ખાંડ, ½ કપ દૂધ, ½ કપ ઘી, ¼ ચમચી એલચી પાવડર, સિલ્વર વર્ક (વૈકલ્પિક)
સૌથી પહેલા પિસ્તાને સારી રીતે ધોઈને 4-5 કલાક માટે પલાળી રાખો. પલાળ્યા બાદ પિસ્તાની છાલ કાઢી લો અને તેને બરછટ પીસી લો.
એક કડાઈમાં 1 કપ ખાંડ અને અડધો કપ દૂધ નાખી તેને ઉકાળો. જ્યારે ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય, ત્યારે તેને મધ્યમ તાપ પર પકાવો. ચાસણીને એક સ્ટ્રિંગની સુસંગતતામાં લાવો.
ચાસણીમાં ½ કપ ઘી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં પીસ્તા પીસ્તા ઉમેરીને બરાબર હલાવો, એમાં એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
એક પ્લેટને ઘીથી ગ્રીસ કરો. મિશ્રણને પ્લેટમાં નાખીને ફેલાવી દો. બરફી ઉપર સિલ્વર વર્ક લગાવો અને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેને ગમતા શેપમાં કાપી લો અને સર્વ કરો.