આ ડ્રાયફ્રૂટ્સ તમને રાખશે આંખને લગતી તકલીફોથી દૂર, સ્વાસ્થ્ય ગુણોથી છે ભરપૂર
( Source : Freepik)
Jan 09, 2023
shivani chauhan
"સ્કિની નટ્સ" એટલે કે પિસ્તા, તેના દેખાવને કારણે સ્કિની નટ્સ કહેવાય છે.
(Source : Pexel)
પિસ્તામાં અમીનો એસિડ વધારે પ્રમાણમાં જોવા મળે છે તેથી બીજા બધા નટ્સ કરતા પિસ્તામાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે.
(Source : Pexel)
પિસ્તામાં મેલાટોનિન હોય છે. મેલાટોનિન આપણને ગાઢ ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે. જો તમે રાત્રે ભૂખ લાગી હોય તો પિસ્તાનું સેવન કરી શકો છો,ઊંઘ સારી આવશે.
(Source : Pexel)
પિસ્તામાં સૌથી ઓછી કેલરી હોય છે તેથી તમે વધુ ખાઈ શકો છો.
(Source : Pexel)
આ ઉપરાંત પિસ્તામાં રહેલ કેરોટિનોઇડ્સ લ્યુટિન અને ઝેક્સાન્થિન એ આંખને સ્વસ્થ્ય રાખવામાં મદદરૂપ થાય છે.મોતિયા, નબળી દ્રષ્ટિ અને અન્ય આંખ સંબંધિત તકલીફથી દૂર રાખવામાં મદદરૂપ જાય છે.
( Source : Freepik)
પિસ્તા કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપે છે, આ ઉપરાંત તંદુરસ્ત પાચન તંત્રને પ્રોત્સાહન આપે છે.
( Source : Freepik)
પિસ્તામાં પ્રોટીન ઉપરાંત ફાઈબર અને ફેટ વિપુલ માત્રામાં હોય છે, જે તમને વજન ઘટાવવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.